પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ઘાશીરામ કોટવાલ.


વં૦— અમારા ડચ જાતના લોકો હમેશ ત્યાં જાય આવે છે. તેમાં અમારા ઓળખીતા લોકો ઘણા છે; તેમાંથી કોઈને આપીને અમે તસવીર ત્યાં પહોંચતી કરીશું.

ઘા૦— પાટણ દેશમાં કહી જાતના લેાક રહે છે ?

વં૦— મુસલમાન તથા આપની જાતના હિંદુ મૂર્તિપૂજક લોક રહે છે.

ઘા૦— રાણી કેઈ જાતની છે?

વં૦— તે બુદ્ધ ધર્મની છે; પણ તેનો આચાર વિચાર અહીંઅાંના હિંદુ જેવો નથી.

ઘા૦— તેની કાંઈ અડચણ નથી. અહીંઅાં મોટા મોટા બ્રાહ્મણોએ મુસલમાન જાતની વેશીઆ સુદ્ધાં રાખેલી છે; ને એક વખત એવો બનાવ બન્યો હતો કે, વેદશાસ્ત્રસંપન્ન ગંગાધર પંડીતને ઘેર એક શૂદ્ર કણબણ વર્ષ બે વર્ષ રહી હતી; ને તેને તેના પેટથી એક છોકરી થઈ. બાદ તે કણબણ કોઈ ઠેકાણે બહાર ગઈ હશે, તે વખત બે ત્રણ ઢેડાઓ તેને અડકીને અમારી પોલીસ કચેરીમાં લાવ્યા હતા; અને તેમાંથી એક ઢેડાએ કહ્યું કે, એ ઠકી મારી સાદીની ઓરત છે. તે બુરાનપુરથી ત્રણ વર્ષ ઉપર નાસી આવી છે. તેની શોધ હું, મારા ભાઈ તથા મારો બાપ કરતા ફરીએ છૈએ. અમારા માહાર લોકોના ચાલ પ્રમાણે તેના હાથ તથા છાતી ઉપર છુંદણું છુંદેલાં છે. એનાં માબાપ પણ અમારી સાથે આવેલાં છે, તે વાનવાડીમાં રહેલાં છે. તે ઉપરથી ચોકસી કરતાં તે કણબણ ઢેડી ઠરી, ને તેણે પણ તે વાત કબુલ કરી. બાદ વેદમૂર્તિ ગંગાધર પંડીત પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયા. તેવી પાટણની રાણી કાંઈ ઢેડીના જેવી નીચ નથી.

વં૦— નહીં, તેવી નીચ નથી. તે તો તીખ્તનશીન છે.

ઘા૦— ઠીક છે ત્યારે, તમે જલદીથી તસવીર કહાડનારને લાવો. તસવીર જલદીથી તૈઆર કરાવીને ત્યાં મોકલવાની તદબીર રખાવવી. ખરચ સામું કાંઈ જોવું નહીં. જે વાત પકડી તે પેશ પહોંચાડવી જોઈએ.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૫.

શ્રીમંતના હાથીખાનામાં એક હાથી હતો. તેનું નામ યુદ્ધમલ્લ હતું. તેને ઘણું શિખવીને તૈયાર કર્યો હતો. તે જોવા સારુ ઘાશીરામની સાથે બે ઈંગ્રેજ, એક માલેટ ને બીજો ટામસ, એએા આવ્યા હતા. તે વખતે હાથી પાસે મહાવતે શુંડમાં પાણી લેવડાવીને ફુવારાની માફક વર્તુળાકાર