પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ઘાશીરામ કેાટવાલ.

થયા પછી ચાર દેવદૂત ઉત્પન્ન કર્યા. તેમાં એક નરરૂપ, બીજો વાઘરૂપ, ત્રીજો ગર્દભરૂપ, ને ચોથો ગાયરૂપ થયો ! તે ચારેના પગ પાતાળે ને ડોક આનંદભૂમિને લાગ્યા બાદ ચારેને આનંદભૂમિ ઉંચકવાનો હુકમ થયો. તે ઉપરથી તે ઉંચકવા લાગ્યા; પણ ઉંચકાયું નહીં. તે વખત ભૂમિ તથા આનંદભુવનમાં જે હશે, તે ઉપર તમારો અધિકાર ચાલશે, એવું તે ચાર દૂતોને પરમેશ્વરે ફરમાવ્યું. ત્યારબાદ પાછું આનંદભુવન ઉંચકવાની આજ્ઞા કીધી. તે કારણથી ફરીથી તે દૂતોએ ઘણી કોશીશ કરી; પણ ઉંચકાયું નહીં. ત્યારે પરમેશ્વરે તેએાને પ્રાર્થનાનો એક મંત્ર શિખવ્યો. તેનો જય તે દૂતોએ કરતાં જ આનંદભુવન તેએાથી ઉંચકાવા લાગ્યું. બાદ આનંદભુવન નીચે એક મોતી પેદા થયું. તેથી કરીને એક લખવાની પાટી પેદા થઈ; તેની ઉંચાઈ સાતસો વર્ષ સુધી ચાલીને જાય એટલી છે, ને પહોલાઈ ત્રણસો વર્ષના રસ્તા જેટલી છે. તે પાટી ઉપર લખવાની આજ્ઞા કલમને થઇ તે પાટી ઉપર પેદા થયલા પદાર્થ તથા પાછલા પ્રલયકાળ આવશે ત્યાં સુધી ઉત્પન્ન થનાર સઘળા પદાર્થોનાં નામ તે પાટી ઉપર લખ્યાં. બાદ પાટી મગરુર થઇ હાલવા લાગી, ને મારી બરાબર જગતમાં કોઇ નથી, એવું તેના મનમાં અભિમાન આવ્યું. તે ઉપરથી સર્વનો કર્ત્તા હું છઉં એવો ગેબી અવાજ થયો. તે વખત પાટીનો ગર્વ ઉતર્યો. બાદ મોતને આજ્ઞા થવા પછી તે ફેલાઈ ગયું. તેનું નામ કુરશી રાખ્યું. તેની નીચે એક બીજો મોતીનો દાણો પેદા થયો, તેની લંબાઈ તથા પોહળાઈ ૫૦૦ વર્ષના રસ્તા જેટલી હતી. બાદ તે મેાતી ઉપર પરમેશ્વરની નજર પડતાં જ તેનું પાણી થઈ ગયું. પછી ચાર દિશાના વાયુ ઉત્પન્ન થયા. તેમાંથી ધુમાડા સહિત અગ્નિ પેદા થયો. ધુમાડો જૂદો થઇને કુરશી તથા પાણીની દરમ્યાન નિરાધાર રહ્યો. તે ધુમાડાના સાત કકડા થયા, તેમાંના એકમાંથી પાણી, બીજામાંથી ત્રાંબુ, ત્રીજામાંથી લોહડું, ચેાથામાંથી રૂપું, પાંચમામાંથી સેાનું, છઠ્ઠામાંથી મોતી અને સાતમામાંથી માણેક ઉત્પન્ન થયાં ને તે સાત ભાગમાંથી સાત આસમાન પેદા થયાં. એક અસમાનમાંથી બીજા આસમાનમાં જવાને ૫૦૦) વર્ષનો રસ્તો છે. પાણી ઉપર ફીણ આવ્યું. તેમાંથી લાલ માટી પેદા થઈ. તે ઠેકાણે હાલ અમારી પવિત્ર જગા મક્કા છે. તે માટી પાથરી દેવાનું ચાર દૂતોને કહ્યું, તે વખત પૃથ્વી થઇ. તે પાણી ઉપર તરી. તે ડગમગે નહીં તેસારુ તે ઉપર એક પર્વત મૂક્યો. તેને અમે કોહેકાફ કહીએ છૈયે, અને હિંદુઓ મેરુ પર્વત કહે છે. તે પર્વતની પ્રદક્ષિણા કરવાને બે હજાર વર્ષ લાગે છે. પૃથ્વીમાં પહેલાં સાત દિવસ ઉત્પન્ન થયા. તેમાં રવિવારને