પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૧૦
સહકાર્ય
એક વ્યાપાર પદ્ધતિ.

ગુણદોષ

પરદેશી યોજના

રાજકીય, સામાજિક અને આર્થિક વિષયોમાં આપણે પશ્ચિમના દોરાયા દોરાઈએ છીએ. એમાં સઘળું જ કંઈ ખોટું છે એવું કહેવાનો ઉદ્દેશ નથી. આપણે પ્રગતિ કરી શકતા હોઇએ તો પાશ્ચિમાત્ય સિદ્ધાંતો પશ્ચિમના જ છે એટલા સારુ આપણે તેમને તરછોડવા ન જોઈએ. ઊંડા ઊતરીએ તો એક પિતાના પરિવાર સરખી માનવજાતના મૂળભૂત સિદ્ધાંતોમાં પૂર્વ પશ્ચિમના ભેદ હોવા જ ન જોઈએ. છતાં સિદ્ધાંતોને વ્યવહારની સપાટી ઉપર લાવતાં પૂર્વ પશ્ચિમના દિક્‌પાળો, યુરોપ, અમેરીકા, એશીયા, આફ્રિકાનાં ભૌગોલિક ભૂતો, રંગબેરંગી નૃત્ય કરતી ગોરી, કાળી, પીળી અને ઘઊંવર્ણી ચર્મપરીઓ, ધર્મ અને સંસ્કારને નામે કાલખંજરી બજાવતા કુષ્માણ્ડો, કાળાઓને સંભાળવાનું ભારણ માથે ઉપાડતા હિરણ્યાક્ષો અને નફા માટે જ વેપાર એ સિદ્ધાંતને વળગી રહેલા વૈતાલો આપણા મૂળભૂત સિદ્ધાંતોને દાબે છે, કચરે છે, વિકૃત બનાવે છે, ઓળખાય નહિ એવા બનાવી દે છે, એટલું જ નહિ પણ સિદ્ધાંતોના અર્કને–આત્માને ઉરાડી દે છે. એથી જ