પૃષ્ઠ:Gramonnati.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વચ્છતા : ૧૫૭
 
૧૦૦ – કૃષિકારો-માલિક તથા ગણોતિયા ખેડૂત મળીને.
૩૬ – મજુરો અને ખેતીની મજૂરીમાં રોકાયેલા નોકરો.
– ગોપાલન અને પશુઉછેરમાં રોકાયેલાં કુટુંબો.
– શાહુકારો.
– કપાસના ધંધાદારી.
– હજામ.
– દ૨જી.
– કુંભાર.
– ચમાર.
– ધોબી.
– ભંગી.
૧૧ – પરચુરણ ધંધાદારી-મજૂર, સોની, લુહાર ઇત્યાદિ.

આમ ધંધાની દૃષ્ટિએ આપણાં સરેરાશ ગામડાંની વસ્તી વહેંચાઈ જાય છે. સો ખેડૂત કુટુંબે બીજા ધંધાદારીઓના કુટુંબનું પ્રમાણ જોવાથી ઘણી ઘણી બાબતો પ્રકાશિત બની જાય એમ છે. સો ખેડૂત કુટુંબો સાથે જ આપણે ૩૬ મજૂરો અને ચાર પશુ પાલનમાં રોકાયેલાં કુટુંબોને મૂકી દઈએ તો ચાર શાહુકાર કુટુંબો એકસોચાળીસ ખેડૂત કુટુંબનાં નાણાંનું તંત્ર પોતાના હાથમાં રાખી રહે છે એ સ્પષ્ટ થાય છે. એ શાહુકારનું સામર્થ્ય આપણે વિચારી ગયા છીએ. પરંતુ સ્વચ્છતાનું સ્થાન ક્યાં છે તે તો આપણે તરત જ સમજી શકીશું. ગામની અંગત સ્વચ્છતા ધોબી ઉપર આધાર રાખે છે, અને સાર્વજનિક સ્વચ્છતા ભંગી ઉપર અવલંબીને રહે છે. સાતસો માણસો નવસીતીમાં એક ધોબી કુટુંબ અને બે ભંગી કુટુંબ કેટલી સ્વચ્છતા જાળવી શકે એ સહુએ વિચારવા સરખું છે. ગામડાંની અનારોગ્ય સ્થિતિ મટાડવી હોય તો આરોગ્યરક્ષણનાં સાધનોનું