પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮ : ગ્રા મો ન્ન તિ
 


સ્વચ્છતામાં રહેલી
સહેલાઈ

અંગમહેનત જેવું સમર્થ સાધન જેને મળ્યું છે તેનાથી ગંદકીનો બચાવ થઈ શકે જ નહિ, ગરીબીનું બહાનું કાઢી તેનાથી આંગણું અસ્વચ્છ રાખી શકાય જ નહિ. આંગણું સ્વચ્છ રાખવામાં દરરોજ દસ મિનિટ કરતાં વધારે વખત જાય એમ નથી. સાવરણીથી પંદર વીસ ફૂટનું આપણું આંગણું ચોખ્ખું કરી તેના ઉપર માત્ર બે જ ઘડા પાણી નાખવાથી આંગણાની આખી રોનક બદલાઈ જાય છે, અને તે ઘણું રળિયામણું લાગે છે. રળિયામણી જગા એ જ પવિત્ર જગા. આપણાં આંગણાંને શું આપણે પવિત્ર ન બનાવવાં જોઈએ ? ગરીબ કે તવંગર આંગણું અસ્વચ્છ રાખવા માટે કશું બહાનું કાઢી શકે એમ નથી. આંગણું અસ્વચ્છ રહે એ આપણો જ દોષ !

બીજા લોકોનાં આંગણાં
જનો યુગ

આપણે ધારીએ છીએ ત્યારે આપણે આપણાં આંગણાં કેવાં સ્વચ્છ રાખી શકીએ છીએ તેની ખાતરી કરવી હોય તો આપણા જૂના સમયનો સહેજ ખ્યાલ કરો. જૂના સમયમાં આંગણાં હાલ કરતાં વધારે શોભાયમાન રહેતાં એનો અનુભવ દરેક જણને હશે. જૂના સમયનો વિચાર ન કરવો હોય તો આપણા દીવાળી ટાંકણાને યાદ કરો. આપણો સ્ત્રીવર્ગ સવારમાં વહેલો ઊઠી આંગણું વાળી ઝાડી તેના ઉપર સહજ લીપીગૂંપી અગર તેવી સગવડ ન હોય તો માત્ર આંગણામાં પાણી છાંટી સાથીયા કરે છે, એ તો બધાએ જોયું હોય જ. એ દૃશ્ય કેવું સુંદર લાગે છે ? તહેવારને દિવસે જે સફાઈ આંગણાંમાં રહે તે દરરોજ કેમ ન રહી શકે ?