પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮ : ગ્રા મો ન્ન તિ
 


નિત્યકાર્યોને આપણે ચહાતાં શીખવું જોઇએ. ખાલી ઘડા લઈ ગરબે ફરી લ્હાણી લઈ જનાર બહેનોએ ખરું પાણી ભરવાની ટેવ પાછી પાડવી પડશે. વલોણાનો અભિનય કરી તાળીઓ જીતી જનાર યુવતીઓએ દૂધ, દહીં, ગોરસ, વલોણું એ સર્વને ફરીથી ઓળખવાં પડશે. નહીં તો ગરબા અને અભિનય જોતજોતામાં નિષ્ફળ અને જુઠ્ઠાં બની જશે. કવિતા, ગીત તથા અભિનયને પાત્ર બનેલાં કામથી ગ્રામજનતાએ જરા ય શરમાવાની જરૂર નથી. ગ્રામજનતા વાસીદું વાળતાં, પશુપાલન કરતાં, જમીન ખેડતાં, ઉકરડા સમેટતાં, પાણી ભરતાં, રસોઈ કરતાં, લાકડાં ચીરતાં, બાળકને હીંચોળતાં, કે ઝૂંપડી–ઘર થેપતાં બહુ જ મહત્ત્વનું કાર્ય કરે છે. એ કાર્યની પ્રતિષ્ઠા કરવી જોઇએ. એ કાર્યમાં પૂજ્ય ભાવ રાખવો જોઈએ, એ કાર્યને કલામય – સંગીતમય બનાવવું જોઈએ. એમ થતાં નિત્યકાર્યમાંથી વ્યાયામ મળી રહેશે. સંસ્કારી અગ્રણીઓએ ગ્રામજનતાને પોતાના દાખલાથી આ બધું સાબિત કરી આપવું પડશે.


નિઃરસ એકધાર્યાં કામ

વળી ગ્રામજનતાની મહેનત કરવાની શક્તિથી શહેરવાસીઓ વિસ્મય પામે છે અને માને છે કે એ નિત્ય મહેનત એ જ કસરત છે. નિત્ય મહેનતમાં કલા-રસ રહે ત્યાં સુધી એ ખરું છે. પરંતુ એક ગ્રામવાસી મણ પોણો મણ ભાર લઈ દસબાર ગાઉ ચાલી નાખે, અગર ઘાસના ભારા ઉંચકી લાવે કે ઝપાટાબંધ લાકડાં ચીરી નાખે એટલા જ ઉપરથી ગ્રામવાસીની શરીરશક્તિ વધારે માની લેવી એ વાસ્તવિક નથી. ટેવ માણસની પાસે યંત્રની માફક ઘણાં કામ કરાવે છે. કાર્યની એકધારી પરંપરા આંખને અને ઉપયોગમાં આવતા સ્નાયુઓને એક જાતની યંત્રવત્ સરળતા અને દક્ષતા અર્પે છે. એથી એ કાર્ય કરનાર કસરતી, તંદુરસ્ત અને સ્કૂર્તિવાળો છે એમ માનવાની ભૂલ