પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨ : ગ્રા મો ન્ન તિ
 


પક્ષાપક્ષી વધારે છે. સરકારી ગામનોકરોને વગર પૈસે ખાનગી ખેતીમાં રોકે છે. ગામના મજૂરવર્ગ ઉપર સત્તાને બળે જુલમ કરે છે, ઓછે પૈસે અને વગર પૈસે તેમની પાસે ખાનગી કામ કરાવે છે, ગુન્હા દાબી દે છે, ગુન્હાનાં સ્વરૂપ બદલી નાખે છે, ન હોય ત્યાં ગુન્હા ઊભા કરે છે અને પોલીસ તથા મુલ્કી નોકરી સાથે મળી જઈ ગુન્હામાંથી ગુજરાન થાય એટલો પૈસો મેળવવાની તરકીબમાં રચ્યાપચ્યા રહે છે. સીમ સાચવવી, ગુન્હા અટકાવવા, શાન્તિ વધારવી, લોકોને સુમાર્ગે દોરી તેમને ભૂલો કરતા અટકાવવા આવાં આવાં કામો કેટલા પટેલો કરતા હશે ? અને પટેલ-મુખી એ ગામનો સહુથી પહેલો-મુખ્ય નાગરિક છે !

તલાટી

તલાટી પોતાને નિયમની માહિતી ધરાવતો માની આવડતના અભિમાનમાં નવી નવી કૂંચીઓ ખોળે છે અને દફ્તરી કામ તેના હાથમાં હોવાથી વળી પટેલ કરતાં પણ તે સત્તાનો વધારે ઘમંડ રાખે છે. પટેલો પૂરતું ભણેલા હોતા નથી; ભણેલા હોય તો તેમની મોટાઈમાં તેમની આવડત કટાઈ ગયેલી હોય છે; એટલે મુલ્કી, ફોજદારી તથા પંચાયતના લખાણમાં તલાટી ઉપર તેમને પૂરો આધાર રાખવો પડે છે. માહિતગાર પુરુષ તરીકે તલાટી આખા ગામનો સલાહકાર બને છે. એની સલાહ–non-commital પોતાની જાતને હરકતહેલો ન આવે એવી : પરંતુ ધણીને કહેશે ધા અને ચોરને કહેશે કે ન્હાશ, એવી બધા ય પક્ષને તેના સકંજામાં રાખે એવી હોય છે. વળી તેની સલાહ મફત મળતી નથી. નિયમને આધારે તલાટી ત્રાસ પણ આપી શકે અને આપેલા ત્રાસનું નિવારણ પણ યોગ્ય ખાનગી બદલો લઈ કરી શકે.

ગામમાં શિક્ષક હોય તો પટેલ તલાટી અને શિક્ષક વચ્ચે મોટાઈ