પૃષ્ઠ:Gramonnati.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





ખેતી – સુધારણા
ખેતી ઉત્તમ ખરી ?

ગામડાંની આર્થિક ઉન્નતિનો મૂળ પાયો ખેતી સુધારણામાં રહ્યો છે. ખેતી ઉપર જ હિંદુસ્તાનનો આધાર છે. ખેતી એ હિંદનો મોટામાં મોટો ધંધો છે. હિંદની એંશી ટકા વસ્તી ખેતીને આધારે જીવે છે. એ ખેડૂતને એક વાચનમાળામાં જગતનો તાત કહ્યો છે તે હિંદ માટે તો તદ્દન ખરું છે. એ ખેતી અત્યારે દરિદ્ર ધંધા તરીકે ગણાતી જાય છે. ભણેલી પ્રજાનું લક્ષ ખેતીમાં જરા પણ ચોંટતું નથી. જેનામાં અક્કલ, આવડત અને હોશિયારી હોય તે ખેતીના ધંધામાં રહે જ નહિ એવી સામાન્ય માન્યતા થઈ પડી છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ચાકરી એ કહેવત આજે નિર્જીવ બની ગઈ છે, પલટાઈને ઊલટસૂલટ બની ગઈ છે અને ગામડાનું બુદ્ધિસત્ત્વ કનિષ્ઠ ચાકરીની લાલચમાં પડી ગ્રામજીવનને—જીવનઆધાર ખેતીને દરિદ્ર બનાવી રહ્યું છે.

ભણેલાઓની
નિષ્ફળતા

કેટલા ભણેલાઓ ખેતી કરે છે ? ખેતીવાડીની કૉલેજમાં શિક્ષણ લઈ પસાર થયેલા ગ્રૅજ્યુએટોમાંથી કેટલાએ ખેતી સુધારણાના સ્વતંત્ર પ્રયોગો કર્યા ? ખેતીવાડીનું શિક્ષણ લીધા છતાં ખેતીથી દૂર રહી સરકારી તથા ખાનગી નોકરીઓ કરનાર શિક્ષિતોએ