પૃષ્ઠ:Gramonnati.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : ગ્રા મો ન્ન તિ
 


વહેણ એ રસ્તે વહી જાય છે, અને રસ્તાને નાદુરસ્ત બનાવે છે. શિયાળામાં એટલાં ઢેફાં જામી ગયાં હોય છે કે તેના ઉપર મુશ્કેલીથી ગાડું જાય. ઉનાળામાં એટલી ધૂળ થાય છે કે માણસ અને જનાવર ધૂળથી ઢંકાઈ જાય.

રસ્તા – દુરસ્તીના
ઉપાય

આવા રસ્તા દુરસ્ત કરવામાં ભારે મુશ્કેલી નથી. ગામના સઘળા લોકો ભેગા થઈ પોતાની અંગ–મહેનત રસ્તા માટે વાપરે તો બધા ય ગામાત રસ્તા વર્ષોવર્ષ દુરસ્ત રહે. એટલું જ નહિ, પણ આપણે ત્યાં વહેતી નાની મોટી નદીઓ અને ખાડીઓની આસપાસ એટલાં ગામડાં વસી રહેલાં છે કે લગભગ અડધા ભાગનાં ગામડાંને રેતી કાંકરી ઓછી મહેનતે મળી શકે એમ છે. એ કુદરતી સાધનનો સદ્‌ઉપયોગ થાય તો ચાર પાંચ વર્ષમાં ગામના સઘળા રસ્તા પાકા જેવા બની જાય એમ છે. રસ્તા સારા હોય તો માણસને, જનાવરને અને વાહનને ઓછામાં ઓછો ઘસારો લાગે, અને સમયનો બચાવ થઈ જાય.

રસ્તા અને તંદુરસ્તી

રસ્તાનો અને જાહેર તંદુરસ્તી – Public Health–નો સંબંધ પણ ભૂલવા સરખો નથી. રસ્તાની ધૂળ એ તંદુરસ્તીને હાનિકરતા જંતુઓ ફેલાવે છે. ધીમે ધીમે જતાં બળદ ગાડાં જેટલી ધૂળ ઉરાડે એના કરતાં ઝડપથી જતી ઘોડાગાડી વધારે ધૂળ ઉરાડે છે. અને ધૂળભરેલા રસ્તામાં મોટરકાર અને મોટરબસ—ખટારા નાખવામાં આવે ત્યારે તેમની આસપાસ ધૂળનાં વાદળો રચાય છે એ સૌના અનુભવની વાત છે. એટલે ધૂળ દાબી દે એવા પ્રકારની સપાટીવાળા રસ્તાઓની રચના હવે બહુ જરૂરી થઈ પડેલી છે. પથ્થર, ટાર, કૉંક્રીટ તથા ઍસ્ફાલ્ટના રસ્તાઓ – રસ્તાના પ્રકારો સર્વમાન્ય બનતા જાય છે – જો કે