પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાટ ગમાનજી હતો, તેની સોબતથી તેને કવિતાનો પણ શોક હતો.

એ રખીદાસે શામળભટની કવિતા કોઈને મોટેથી સાંભળી. પછી તેને સારા સનમાનથી તેડાવી લીધો. તેનું ગુજરાન ચાલે તેટલી પસાઈતી જમીન આપી, અને કહ્યું કે હંમેશા મારી પાસે રહીને નવી કવિતા રચી રચીને મને સંભળાવો. પછી ત્યાં રહીને તેણે જે પુસ્તકો રચ્યાં તેનાં નામ.

૩૨ બત્રીસપુતળીની ચોપડિયો.
૨૫ વૈતાળપચીશીની.
૭૨ સુડાબહોતેરની.
૧. શિવપુરાણ.
૧. રેવાખંડ.

૧. રણછોડજીનો શ્લોકો.
૧. અંગદવિષ્ટિ.
૧. પદમાવતી વગેરેની બીજી કેટલી એક વારતાઓ રચી છે.

અંગદવિષ્ટિ નાટકના આકારમાં રહેલી છે. ઊપર લખેલી વારતાઓમાં કેટલી એક પોતાની જ કલ્પેલી પણ છે.

એ કવિ શિવમારગી હતો, પણે તેનો એક વિચાર એવો હતો કે, મારી કવિતા વૈષ્ણવ, શૈવ, જૈન કે મુસલમાન વગેરે સઘળા ધર્મના લોકો વાંચે, માટે કોઈ ધર્મનો પક્ષ ખેંચ્યો નથી. કોઈ વખતે કોઈ ચાલની મશ્કરી પણ તેણે કરેલી છે.

દરએક ચોપડીમાં પોતાનું નામ લખતાં તેણે રખીદાસની બાબત પણ લખી છે અને તેનો ભોજની ઉપમા આપી છે. કારણ કે જેમ સંસ્કૃત કવિયોને ભોજે આશ્રય આપ્યો હતો તેમ ગુજરાતી ભાષાના કોઈ કવિને ગુજરાતના રાજાએ આશ્રય આપેલો નહિ. પેહેલોવેલો રખીદાસે પોતાની શક્તિ પ્રમાણે આશ્રય આપ્યો, માટે ગુજરાતનો ભોજ રખીદાસને લખ્યો છે, તે તેનું લખવું યોગ્ય છે.

વ્રજભાષાના કવિયોને પૂર્વહિંદુસ્તાનમાં હિંદુ રાજાઓએ તથા બાદશાહોએ પણ આશ્રય આપીને ગ્રંથો રચાવેલા જણાય છે, પણ રખીદાસ સિવાય ગુજરાતના કોઈ રાજાએ ગુજરાતી ભાષામાં સારા કવિ પાસે કવિતામાં મોટો સરસ ગ્રંથ રચાવેલો જણાતો નથી.

શામળભટનો દિકરો આંખે બાડો અને કુરૂપ તથા થોડી બુદ્ધિવાળો હતો. તે વિષે શામળભટનો કરેલો દોહરો છે.

દોહરો

શામળભટનો દિકરો, બાડો ને વિકરાડ;
ધાર્યુદવાડે મોકલ્યો, જઈ પહોંચ્યો ગતરાડ. ૧

એ કવિ સંવત ૧૭૮૧માં હયાત હતો, એવું તેણે રણછોડજીના શ્લોકામાં લખેલું. એણે વ્રજભાષાના ગ્રંથો ભણીને કવિતા કરી. માટે ગુજરાતી ભાષાની કવિતામાં