પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૯૫
 

જગ્યાએ જેને સાચા અર્થમાં 'નાટ્ય વિવેચન' – ભજવાતા નાટકનું તેનાં સર્વ અંગોની સંવાદિતાના સંદર્ભમાં – કરે છે. નાટકનો પડદો ખૂલે છે ત્યારે પ્રગટ થતો સંનિવેશ, પાત્રોની રંગ-વેશભૂષા, વાચિક-આંગિક અભિનયની ચુસ્તી-સુસ્તી, દિગ્દર્શનનું કાર્ય અને પ્રકાશઆયોજનની પ્રભાવક અસરને ધ્યાનમાં રાખીને તેમણે સમીક્ષા કરી છે. નાટકના કથાસારની સાથે તેના ઔચિત્ય વિશેની ચર્ચા કરતા રહ્યા છે. અહીં આઈ. એન. ટી., નાટ્ય સંપદા, શૈલેષ દવે આદિનાં નાટકો વિશે વિચાર થયો છે. 'કર્ટન કૉલ' ભજવાયેલાં નાટકોની સમીક્ષા કરે છે. આ સમીક્ષામાં એ ગુણગ્રાહી રહ્યા છે. જરૂર લાગી ત્યાં તેમણે ટીકાત્મક વલણ અખત્યાર કર્યું છે. નાટકની સમાજ પર પડતી અસરો વિશે બહુધા ચાલુ વલણ તેમણે રાખ્યું છે.

અહીં ઘણાં નાટકોની સમીક્ષા છે. જેમાં આઈ.એન.ટી.નું છિન્ન, પૌરુષ, કસબ, કિસમિસ, લેડી લાલકુંવર, શૃંગાલ, કૂંપળ ફૂટ્યાની વાત, ભીંતેથી આયનો ઉતારો, કાચીંડો, ચીતરેલા મોરનો ટહુકો, ઊજળા પડછાયા, રમત શૂન ચોકડીની, કાચનો - સંબંધ, ઓળખાણ, અકસ્માત, અંગત-રંગત, 'પુનર્મિલન', એની સુગંધનો દરિયો, દેવકી, સવિતા દામોદર પરાંજપે, ગુપચુપ, મહાસાગર, કશુંક લીલુંછમ્મ, ચિત્કાર, ચાન્નસ, તાથૈયા જેવાં નાટકો અને એક અધૂરી વાત, શેરીનાટક, દામિની મહેતાના પુરુષ સમોવડીમાં ત્રણ નારી પાત્ર, આમ ર૯ નાટકોની અહીં ચર્ચા છે. સરિતા જોષીનો ઈન્ટર્વ્યૂ પણ અહીં છે. સરોજ પાઠક શેરી નાટક વિશે કહે છે. 'શેરીનાટક' એટલે એક વિશિષ્ટ પ્રવૃત્તિ થર્ડ થિયેટર તરીકે પ્રચલિત છે તે નાટકરસિયા જાણે છે. પ્રતિબદ્ધ કલાકારો નાટકના માધ્યમથી બહુજન સમાજને આવરી લેતી વાત લઈને આવે છે. તેમાં કેવળ મનોરંજન પીરસવાનો કે ઝાકઝમાળ ભરી રજૂઆતથી છક્ક કરી દેવાનો હેતુ નથી હોતો પણ જનતાને યથાર્થ દર્શન દ્વારા રાજકારણ અને કટુ વાસ્તવિકતા પરત્વે જાગૃત કરવાનો હેતુ હોય છે.૨૬ 'નાટકની વિશિષ્ટતાઓમાં પ્રેક્ષકોથી ઘેરાયેલો વિશિષ્ટ તખ્તો છે જોકે 'ઈન્ટીમેટ' થિયેટરમાં પણ પ્રેક્ષકો ત્રણ બાજુથી તખ્તા સાથે જોડાયેલા હોય છે પણ ત્યાં નિમંત્રણ અને ટિકિટના દર હોય છે. નાટકના તજ્‌જ્ઞો અને બૌદ્ધિકો પ્રેક્ષાગારમાં હોય છે. પણ શેરીનાટકનો પ્રેક્ષક વિના મૂલ્ય નિમંત્રણ વગર ઘર આંગણાના તખ્તા પાસે ખેંચાઈ આવે છે. ઇન્વોલ્વમેન્ટ અનુભવે છે. એના વિષયમાં 'તમે', 'આપણે', 'આમ જનતા', 'લોકો' છે... સ્ટેજ, કર્ટન, માઈક, પ્રોપર્ટી, સન્નિવેશ વગર એવાં ઉપકરણોની તમાં રાખ્યા વગર, સમૂહની કલાના કલાકારો સમર્થ આંગિક, વાચિક અભિનયથી સૂઝપૂર્વકના દૃશ્યસંકલન દ્વારા સહજતાથી નાટક ખેલે છે. તેમ તેમણે નોંધ્યું છે. શેરીનાટકનો આવો મહિમા ગુજરાતમાં ભાગ્યે જ થયો છે.

શેરીનાટકના આકાર અને પ્રયોગ બાબતે તેમની વાત યથાર્થ જ છે, ભજવાતા