લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૦૫
 

જવા કર્યા છે તેની આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે. શ્રી ગોવર્ધન પંચાલ કહે છે તેમ 'શર્વિલક જેવા બહુચર્ચિત, યુગદર્શક કહી શકાય તેવા નાટકની ભજવણીમાં દેખીતી રીતે જ એની પાછળ જે ચિંતન અને અથાગ મહેનત દિગ્દર્શક અને કલાકારોએ લીધાં છે એની આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે. લગભગ દરેક 'રિહર્સલ'માં લેખકે હાજરી આપીને 'રિહર્સલ'માં થતા નાનામાં નાના સૂક્ષ્મ કાર્ય – વ્યાપારની નોંધ લીધી છે. અને કાર્ય વ્યાપાર શા માટે થાય છે એનું વિશ્લેષણ શક્ય હોય ત્યાં કર્યું છે.૩૭

કૃષ્ણકાન્ત કડકિયા પુસ્તકના નિવેદનમાં લખે છે '...એક સારું નાટ્ય સમજવા માટે ઘણો સજાગ પ્રયત્ન જરૂરી છે અને એ ઉપરાંત વિવેક અને જાગૃત વિવેચનશક્તિ દરેકમાં વિકસવી જોઈએ. આમ થાય તો જ નાટક સમજી શકાય અને નાટ્યની કલા એ ઉત્તમ કોટિની કવિતાનો અભ્યાસ છે એ સમજાય. માત્ર વાંચી જવાથી જ નાટ્ય સમજી શકાતું નથી. રસાત્મક એકીકરણ – નાટ્યકલાના અભ્યાસ માટે અનિવાર્ય છે, આવું કંઈક આ અભ્યાસમાંથી વિકસે એવી મહત્ત્વાકાંક્ષાથી મેં આ અખતરો કર્યો છે.' ૩૮

ખરેખર તો આ નાટકના અભ્યાસી મિત્રોને ખપે લાગે તે પ્રકારનું નાટ્યશિક્ષાનું પુસ્તક છે. ભવિષ્યમાં આ નાટક ભજવનારને યથાતથ ભજવવું હોય તો તે ભજવી શકે તે એનો બીજો ઉપયોગ છે. લેખક નાટક વિશે પણ વાત કરે છે. રસપ્રધાન નાટક છે. નાટકની પસંદગીથી માંડીને એની રજૂઆત સુધીનાં અનેકવિધ કાર્યો જે દિગ્દર્શક સર્જન પ્રક્રિયા સમયે સંભાળવાનાં હોય છે તે દરેકની આ પુસ્તકમાં ચિત્રોના ઉદાહરણ અને ભૂમિનકશાઓ આપીને ચર્ચા કરવામાં આવી છે. આ સાથે એમ પણ અનુભવાય છે કે 'શર્વિલક' નાટકના લગભગ બધા જ પ્રયોગો ખૂબ જ સાવધ – સજ્જ રહી વિવેકદૃષ્ટિથી જોયા છે. દરેક પ્રયોગે થયેલા ફેરફારો, પ્રેક્ષકો પર થતી અસરો આદિને નોંધી તેની સ્પષ્ટ ચર્ચા કરી છે. અન્ય વિવેચકોએ નાટકને ટૂંકાવવાનું કહ્યું ત્યારે કૃષ્ણકાન્ત કડકિયાએ નાટકને ટૂંકાવવાતી નાટકની અખિલાઈ ખંડિત અને રસક્ષતિ થતી અનુભવી છે.

અહીં વિશિષ્ટ પ્રકારનું નાટ્યવિવેચન અવશ્ય છે પણ તેનો આશય એ માત્ર શુદ્ધ નાટ્યવિવેચન નથી, નાટ્યશિક્ષણને મદદરૂપ થાય તેવો છે. કૃષ્ણકાન્ત કડકિયા આ પુસ્તકના નિવેદનમાં કહે છે કે આજે રંગગૃહના પ્રત્યેક પાસાનો વિશિષ્ટ વિકાસ થયો હોઈ એ અંગેના ગ્રંથોનું પ્રકાશન થવું જરૂરી છે. વિજ્ઞાનની અસરને કારણે નાટ્યકલા ઘણી ઝડપથી વિકસી રહી છે. મૂળ શાસ્ત્રગ્રંથો આજે જુનવાણી લાગે છે. એને ઉપકારક એવા ગ્રંથો ન લખાય તો નાટ્યકળાને સુલભ સુગમ બનાવી શકાશે નહીં, આ જરૂરિયાત નહીં સંતોષાય તો મૂળ શાસ્ત્રગ્રંથોની હાલત પણ બૂરી