આગળનાં પ્રકરણોમાં જેની વિગત વિસ્તૃત નોંધ કરી છે તે નાટકનું વિવેચન સાવ જ અભાવ ગ્રસ્ત નથી થયું એમ મારું માનવું છે. નાટકનું વિવેચન અનેક બાજુએથી થયું છે. નાટકને માત્ર કૃતિ, સિદ્ધાંત જ નહીં પ્રસ્તુતિના માધ્યમ કે સંશોધનના વિષય લેખે પણ આપણે તપાસ્યું છે. નાટકનું સ્વરૂપ બધી જ બાજુઓથી તેના સૌંદર્યને પ્રગટાવતું રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરું છું. પરંતુ – વિવેચને નાટકને દિશા દર્શાવી હોય તેવું હજી આપણે ત્યાં થયું નથી. આપણી નાટ્યવિવેચના નાટકની પાછળ ચાલી છે. ચાલતી રહી છે. નાટક આજે છે તેને જ સમજતી – સમજવાનો પ્રયત્ન કરતી આગળ વધી રહી છે પણ નાટકનીય આગળ જઈને નાટકને નવીન દિશા ચીંધવાનું કર્મ નથી કરી શકી. નાટકનું સ્વરૂપ આજે તો ઘણું આગળ નીકળી ગયું છે. વિવેચન તેની પાછળ દોડી રહ્યું છે. આજના નવા તખ્તા સાથે સતત જોડાઈને સમીક્ષા કરનારા કોઈ નાટકનાં સર્વાંગની સાચી સમીક્ષા કરી શકે.
પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૬૧
Appearance