પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિતયુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૩૭
 

પાકું કરવા – ખેલના એક નમ્ર વિનયશીલ સહગામી લેખે ત્યાં હાજર થાય છે. બીજા કશાને ખાતર નહીં. નાટકમાં ગવાતાં ગીતોનું સ્થાન ચિહ્નિત કરતાં તેમણે વધારે પડતા ગાન-નૃત્યને અભિનયને હાનિકર્તા માન્યાં છે. ખેલ મધ્યે તાણીતોડીને લઈ આવવામાં આવતાં ગાયન અને નાચો ચોખ્ખા દૂધમાં ખાંડ નહીં પણ નિમક નાખવા બરાબર છે. રંગમંચ ઉપર જેવા ખેલ, જેવો પ્રસંગ અને જેવા પ્રવેશ તેવા રાગ તથા અર્થ-પ્રકારવાળાં ગાયનોની દરકાર આપણા કેટલા નાટ્યકારો અને સૂત્રધાર રાખે છે? નાટકનું અને ચિત્રપટનું સાચું મૂલ્ય તથા તેની ખરી આંકણી તો અભિનય ભેગા બોલાતા શબ્દોની છે. તો તેની વચ્ચે ગવાતા શબ્દોની કાંઈ શરમ, કીર્તિ કે કિંમત રાખવાં હોય તો તેના સ્થાન અને તેની અનુકૂળતા સચવાવાં જોઈએ.૨૨ અંતે તેમની વિશિષ્ટ રૂપકાત્મક શૈલીમાં કહે છે, 'હા, સંગીતકલા એ મહાન કલા છે અને તેની પૂજા સારુ ખાસ કલાભવનો નિર્માણ થયેલાં છે. પણ તેમાં સાચેસાચી નાટકશાળા એ તેનું ખરું સ્થાન નથી જ. માટે જ્યારે સંગીત રંગભૂમિ પર આવે ત્યારે તે પોતાની બહેનપણી અભિનયકલાની કાંઈક સેવા કરવા અર્થે આવે - ઘરનાં માણસ લેખે નહીં પણ વિનયી અને વિવેકશીલ સગવડકર્તા સમજદાર અતિથિ યાને પરોણા લેખે આવે. કોઈ ચલે જાવ બલે જાવ બાઈ સાબ કે શેઠાણી જેમ સ્વતંત્રતાથી કે સ્વચ્છંદતાથી વર્તવાને ખાતર નહીં.' ૨૩

ત્રીજી પુરવણીમાં 'રંગભૂમિની કલાના વિધવિધ અંગોની સમજણ' આપી છે. રંગભૂમિનાં સાતેક અંગોની સમજણ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પહેલું અંગ અભિનયમાં નાટકનો ઉદ્દભવ ‘ઍક્ટિંગમાંથી – અભિનયમાંથી થયો છે તેવો મત પ્રગટ કરે છે. આ 'ઍક્ટિંગ'નું મૂળ 'Make Beive' યાને 'ડોળ ઘાલવા'નું તત્ત્વ છે એમ માને છે. તેઓ નોંધે છે કે 'નાટકકલાને યાને રંગભૂમિની કલાને, કલાસ્વરૂપે આ જગતમાં સૌથી પહેલી જાહેર કરનાર આપણી આ પ્યારી આર્યભૂમિ હતી – આપણો આ પ્રિય હિન્દુસ્તાન દેશ હતો.' ભરત નાટ્યશાસ્ત્રની નોંધ કરીને તેમણે એ વાત દૃઢતાપૂર્વક કહી છે કે નાટક પહેલાં ક્યાં ભજવાયું તેની ચર્ચામાં જે નિષ્કર્ષ આવે તેમાં પડવું નથી. પરંતુ રંગભૂમિને રીતસર ખરેખરું કલાસ્વરૂપ ભારતવર્ષે આપ્યું તે વાતમાં કોઈ શક નથી.૨૪ પછી એક્ટિંગનાં પાંચ તત્ત્વો ભાવ, ધૂન, ગતિ, અંગસ્થિતિ, હાવની સમજણ આપી છે. અવાજના અગત્ય વિશે વિસ્તૃત ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. ઍક્ટિંગના બીજા અંગ 'નાટ્યકારની કલા' નાટકકારે કેવું નાટક લખવું, સૂચનો ક્યાં કેવી રીતે લખવાં આદિ નોંધ કરી છે. નાટકકારને અગત્યની સૂચના આપીને જણાવે છે કે જો ઉચ્ચકોટિના નાટ્યલેખક થવું હોય તો નાટકમાં જે રાજકીય, સામાજિક, નૈતિક, ઐતિહાસિક પ્રશ્નો મૂક્યા હોય તે બાબત સમજાવતી લાંબી પ્રસ્તાવના નાટકમાં લખવી. 'અભિનયનું' ત્રીજું અંગ, 'સંગીત'