લેખ આપ્યો છે. તેમાં એલિયેનેશન ઇફેક્ટને તેમણે 'પરકીયકરણ' કે તાદાત્મ્યનો અભાવ એવાં નામ આપ્યાં છે.' 'પરકીયકરણ' કે ‘તાદામ્યનો અભાવ’ પ્રેક્ષકનટ બંનેની અપેક્ષાએ કેટલું યોગ્ય છે, નાટક માટે આવશ્યક છે કે નથી તેની સુંદર ચર્ચા તેમાં કરી છે. આ ઉપરાંત નાટ્ય પ્રયોગોમાં લય-સંવાદનું મહત્ત્વ દર્શાવી કેટલાંક વાચિક આદિનાં રહસ્યો ખોલી આપવા નિરીક્ષણો આપ્યાં છે.
રામપ્રસાદ બક્ષીનું સ્થાન આમ નાટ્યવિવેચનમાં સિદ્ધાંત વિવેચક અને ભારતીય – પાશ્ચાત્ય સિદ્ધાંતોના સમન્વયકાર તરીકેનું રહ્યું છે. ગુજરાતી નાટકો વિશે તેમણે ભાગ્યે જ કશી ચર્ચા કરી છે.
રસિકલાલ છોટાલાલ પરીખ (૧૮૯૭)
સંસ્કૃત સિદ્ધાંતોનું અવલોકન કર્યું છે. 'આકાશભાષિત'માં તેમના વાર્તાલાપો સંગૃહીત થયા છે. 'ભરત નાટ્યશાસ્ત્ર'નો પરિચય આપતો આરંભનો લેખ અને 'રંગભૂમિ એકતાનું બળ' એ લેખ નાટ્યવિવેચનના સંદર્ભમાં ધ્યાનપાત્ર છે. નાટકના સ્વરૂપને સમજાવતાં કવિ જે કાંઈ પણ કરે છે તે તો કાવ્ય જ છે. સાહિત્ય કૃતિ નાટ્ય ત્યારે જ થાય કે જ્યારે નટો એને ભજવે. જેમ કાવ્ય એ કવિ કળા છે તેમ નાટ્યકલા છે.'૫૪ નાટકને વિશિષ્ટ કલાસ્વરૂપ માને છે. તેનો આધાર ભરત નાટ્યશાસ્ત્ર છે. નાટકના હેતુ વિશેની વાત કરતાં કહે છે 'નાટ્યકલાએ એક મોટું લક્ષ્ય પોતાની આગળ રાખ્યું છે. ગ્રામ્ય ધર્મમાંથી લોકને ઉદ્ધારવાનું અને તે માટે તે પોતાનું નિરૂપણ એ રીતે કરે છે કે એમાં કર્મ અને ભાવના અન્વયની નિયત સંબંધની અપેક્ષા રહે છે.'૫૫ નાટકનું મૂળ લક્ષણ અભિનયને ગણાવે છે તેમાંય ભરત નાટ્યશાસ્ત્રનો આધાર જણાય છે. 'નાટ્યકલાને અભિનયની કલા ગણવામાં આવે છે. અભિનય એટલે પ્રેક્ષક સમાજ સુધી અર્થ અને તે દ્વારા ભાવ લઈ જવાની નટકલા ૫૬ સંસ્કૃત નાટક અને રંગભૂમિ પરના લેખમાં કલા વિવેચક અને નાટ્યવિદુ તરીકેની એમની પરિષ્કૃત રુચિનાં દર્શન થાય છે. તો 'ભરત નાટ્યશાસ્ત્ર' અને મુખ્યત્વે ભાસની નાટ્યકૃતિઓની વિગતે સમીક્ષા કરતો ગ્રંથ સંસ્કૃત નાટકમાં પણ તેમની પરિષ્કૃતિનો ખ્યાલ આપે છે. નાટ્યશાસ્ત્રના રસની વિસ્તૃત વિચારણા કરતી વખતે ક્રોચેની અને શોપેન હાઉરની વિચારણાને પણ આલેખે છે.
સંસ્કૃત અને પશ્ચિમની સાહિત્ય-વિચારણા અને ચિંતનના અધ્યયનથી ઘડાયેલી રૂચિને લીધે તેમના વિવેચનમાં તુલનાત્મક દૃષ્ટિકોણનો વિનિયોગ થતો રહ્યો છે.
અત્યાર સુધી જે નાટક વિશેનું વિવેચન થયું છે તેમાં નાટકના વાઙ્મય સ્વરૂપની સમીક્ષા જ આપણને મળી છે નાટક વિશે પણ ઘણું લખાયું-છપાયું છે ને કેટલુંક તો 'મનની રંગભૂમિ પર’ કે 'ભજવવાનાં કલ્પવાનાં નાટકો'ની એવી