લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


ઍબ્સર્ડ આપણે ત્યાં સિદ્ધ થયું નથી. 'એક ઉંદર અને જદુનાથ'ના સંદર્ભમાં કહે છે કે આ નાટક માત્ર માંદલું અનુકરણ છે બેકેટ આયોનેસ્કોનું. એથી ઍબ્સર્ડ રંગભૂમિ જન્મી શકે નહીં.'

જયંતિ દલાલ ગુજરાતી નાટ્યના સમર્થ વિવેચક તેમનાં વિવેચનોમાં આ ખ્યાલ પક્વ દૃષ્ટિ, નાટ્ય સૂઝ અને નાટક સાથેનો બહોળો પ્રત્યક્ષ અનુભવ દેખાય છે. ભજવાતા નાટકની સમીક્ષા કરવી તેમને ગમે છે. નાટકની ભજવણી જ નહીં તેની આંતરિક સજાવટમાં પણ કશી પંગુતા એ ચલાવી લેતા નથી. ઍબ્સર્ડ વિશે પણ બહુ સંયત અને યથાર્થ ચર્ચા છેડે છે. અનુકરણ માત્રથી નાટક લાવી શકાતું હોય તો તે ય એક ઘટના છે એમ માને છે.

ઍબ્સર્ડ થિયેટર તો બહુ દૂરની વાત છે. ગુજરાતી નાટકમાં – સાહિત્યમાં ચાલતી અંધાધૂંધીની સામે એક દીવાલની જેમ એમની સમીક્ષા ખડી છે. અલબત્ત, કોઈને ક્યારેય નહીં ગાંઠનારાઓએ ગુજરાતી નાટકની અમૂલ્ય તકોને વેડફી મારીને પ્રતિષ્ઠિત થવાના પ્રયત્નો કર્યા હતા. પ્રતિષ્ઠિતોએ પણ સાહિત્ય કે નાટકની પ્રતિષ્ઠામાં સ્થિર થાય તેવી પ્રવૃત્તિ ભાગ્યે જ કરી. બન્ને પક્ષે સાહિત્ય અને ભાવકોને સહન કરવાનું આવ્યું.

જયંતિ દલાલની સમર્થ સમીક્ષાથી નાટકનું રંગભૂમિનું એક ચોક્કસ દિશાદર્શન થયું છે. અત્યાર સુધી થયેલી સમીક્ષાએ નાટકનાં વાઙ્‌મય સ્વરૂપને ધ્યાનમાં રાખ્યું હતું. જયંતિ દલાલની સમીક્ષામાં નાટકનું વ્યવહાર પાસું સામે આવે છે. પ્રસ્તુતિની વિવિધ શક્યતા – મર્યાદાઓની વિગતે સમીક્ષા પ્રત્યક્ષ અને સિદ્ધાંત પક્ષને ધ્યાનમાં રાખી કરી છે. રંગભૂમિ અને નાટક બંને બચાવી શકાયાં હોત જો પ્રથમથી જ આ પ્રકારની સમીક્ષા થઈ હોત તો.

ચંદ્રવદન મહેતા (૧૯૦૧-૧૯૯૯)

જૂની રંગભૂમિની સામે આંદોલન રૂપે નવી સ્થાપી નાટક નાટ્યગૃહમાંથી હોલમાં આવ્યું. નૃસિંહ વિભાકરે આરંભેલ અવેતન રંગભૂમિને વિકસાવવાનું કામ તેમણે કર્યું છે. સમર્થ નાટ્યકારની હેસિયતથી જ તેમણે નાટક વિશે વ્યાખ્યાનો આપ્યાં છે પણ પદ્ધતિસરનું વિવેચન નથી કર્યું. પરંતુ સમયે સમયે આપેલાં વ્યાખ્યાનોમાં તેમની વિવેચનાનો ખ્યાલ બંધાયો છે. ચંદ્રવદન મહેતા પ્રયોગશીલ સર્જક છે તેમ વિવેચક પણ તેવા જ છે. તેમની વિવેચના અરૂઢ શૈલીની છે. તેમની સમીક્ષામાં કોઈ પ્રગટ, પ્રત્યક્ષ સિદ્ધાંત નહીં પણ અનુભવે તારવેલી સચ્ચાઈ છે. ન્હાનાલાલનાં નાટકો સ્ટેજ પર ભજવવાં અઘરાં-અશક્ય છતાં નાટકમાં મંચન ક્ષમતા હોતી નથી, શોધવી પડે છે તેમ માનતા હોય તેમ 'શહેનશાહાન અકબરશાહ'ને ભજવવા શું કરવું તેની અનવદ્ય ચર્ચા તેમણે કરી છે. સાથે ન્હાનાલાલની ક્ષમતા