પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૧૬મો સવાર અજવાળુ ટેકરી ઉકરડા આરતી પરભાતિયાં ચકચકતાં ઝંખવાઈ થગ્ય ઊગ્યા સવાર થઈ છે. આકાશમાં તારા દેખાતા નથી. બધે અજવાળું થઈ ગયું છે. રાતે ઝાડ, ઘર, ટેકરીઓ કશું બરાબર દેખાતુ નહેાતું. હવે તેા બધું બરાબર દેખાય છે. પવન ધીરે ધીરે વાય છે. ઠંડા પવન કેવા સારા લાગે છે! કાગડા ‘કા’, ‘કા’ કરતા ઊડે છે. આ ચકલીઓ ‘ચી’, ‘ચી’’ કરતી કેવી કૂદાકૂદ કરે છે! પેલા ઉકરડા પર કૂકડા ડાક લાંબી કરી ‘કૂકડેકૂક’ કરે છે.