પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રથોદ્ધતા


છંદ : રથોદ્ધતા (રથોધ્રતા)

પ્રકાર : સમવૃત્ત વર્ણમેળ છંદ , ત્રિષ્ટુપ છંદ

બંધારણ:

  • પ્રત્યેક ચરણ ૧૧ અક્ષરો
  • ર ગણ, ન ગણ, ર ગણ, લઘુ અને ગુરુ
ર ગણ ન ગણ ર ગણ લ ગા
શેઠ ચા ર સુત ને વરા વિયા


ઉદાહરણ :

શેઠ ચાર સુતને વરાવિયા,
તે ગૃહસ્થ કરીને ઠરાવિયા;
પાંચમે પરણવાનિ ના કહી, .
બ્રહ્મચર્ય ધરીને રહ્યાં સહી