પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વસંતતિલકા

છંદ : વસંતતિલકા

અક્ષર : ૧૪

બંધારણ : ત - ભ - જ - જ - ગા - ગા

યતિ : ૮ અને ૧૮ મે અક્ષરે

ઉદાહરણ :

ગા ગા
મોં ઘી ક ળી હ્ર દ ય ની સુ કુ મા ર સા રી

ઉદાહરણ:

ત્યાં ધૂલ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
-( ગ્રામ્ય માતા - કલાપીનો કેકારવ)