પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વંશસ્થ

છંદ : વંશસ્થ

અક્ષર : ૧૨

પ્રકાર : સમવૃત્ત અક્ષરમેળ (જગતીની જાત)

બંધારણ : જ - ત - જ - ર

યતિ : ૫ મે અક્ષરે

અન્ય નામ : વંશસ્તનિત, વંશસ્થવિલ, મહાનિબંધા

ઉદાહરણ :

ન જાણું મારું મુ જાઉં શું શું અહીં

ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,
ન જાણું મારું લઇ જા ઉં સાથ શું;
બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,
સમેટિ જાણું નહિં તે હું આ ઘડી.

--(રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૧ લો ૬૯મી કડી)