પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આંધ્યા અને તેમની સાથે હળીમળીને રહેવા લાગ્યા. તેથી ધીમે ધીમે દેશીએ તથા પરદેશ વચ્ચેના ભેદભાવ જુસાઈ ગયા, અને ખયા એજ પ્રજા હાય તેમ થઈ ગયું. તેપણુ અત્યારે આપણા પ્રાંતની કેટલીક જાતા શુદ્ધ ગુર્જર હાવાના દાવા કરે છે. અને પાતાની જાતને ગુર્જર વાણીયા, ગુર્જર સુતાર, ગુર્જર સેાની, ગુર્જર સલાટ એ નામેાથી ઓળખાવે છે. વિભાગા. ગુજરાત પ્રાંતના પ્રાચીન સમયમાં ત્રણ ભાગ હતા. આનન્ત, સૌરાષ્ટ્ર, અને લાટ. આબુ પર્વતથી મહી નદી સુધીના ભાગને એટલે અત્યારે જે ભાગને આપણે ઉત્તર ગુજરાત કહી શકીએ તે આનર્તે નામથી આળખાતા હતા. કચ્છના અને ખંભાતના અખાત વચ્ચે આવી રહેલા દ્વીપકલ્પ જેને અત્યારે આપણે કાઠીઆવાડના નામથી એાળખીયે છીએ તે ભાગને અસલ સૌરાષ્ટ્ર (સુંદર મુલક) કહેતા. અને મહી અને તાપી નદીની વચ્ચેના પ્રદેશને એટલે દક્ષિણ ગુજરાતને લાટ પ્રદેશ કહેતા હતા. આન™ અને લાટ પ્રદેશો વચ્ચેના ભેદ હવે તદ્દન નીકળી ગયા છે. અને અત્યારે કુદરતી રીતેજ ગુજરાતના બે ભાગ પડી ગયેલા છે. એક દ્વીપલ્પના પ્રદેશ એટલે કાઠિવાડ અને ખીન્ને

  • ગુજ્જર લેવા એક સ્થળે રહેતા નહોતા. પરંતુ પોતાના ઢોરને લઈ

ભટકતા કરતા હતા. તેમાંના જે એક સ્થળે રહી ખેતી કરવા લાગ્યા તેઓ કી ( સંસ્કૃત કુટુંબિન ઉપરથી ) ના નામથી ઓળખાવા લાગ્યા. ગુજરાતના લેઉવા અને કડવા કણબીએ એક ઠેકાણે ધર કરી સ્થાઈ રહેલા ગુજરા હતા. તેઓ માટે ભાગે ખેતી કરતા હતા..