પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખંડસ્થ પ્રદેશ એટલે શુદ્ધ ગુજરાત. કાઠિયાવાડના ઝાલાવાડ, ગેહલવાડ, ખાખરીઆવાડ, સાર, હાલાર, વીર, વાગડ પાંચાલ અને ભાલ એવા ભાગે પડેલા છે. તેમ શુદ્ધ ગુજરાતના પાટવાડા, માલ, ચાતર, મેવાસ, વાલ, કાનમ, ચુંવાળ, ચાણસી એ ભાગે! પડેલા છે. પરંતુ હુાલ આ વિભાગ કરતાં રાજકીય વિભાગા આપણામાં વધારે જાણીતા છે. રાજકીય દૃષ્ટિએ ગુજરાતના ત્રણ ભાગ પાડી શકાય. એક ખાલસા પ્રદેશ, એટલે અંગ્રેજ સરકારના તાખાના મુલક, શ્રીજો દેશી રાજ્યના પ્રદેશ. અને ત્રીજો પરદેશી સંસ્થાના. ખાલસા પ્રદેશ પાંચ જીલ્લામાં હેંચાઈ ગયા છે. તે જીલ્લાનાં નામ નીચે પ્રમાણે છે. (૧) અમ દાવાદ જીલ્લા. (૨) ખેડા જીલ્લા, (૩) પંચમહુાલ જીલ્લા, (૪) ભરૂચ જીલ્લા. (૫) સુરત જીલ્લા. દેશી રાજ્યમાં મુખ્ય ગાય- ક્વાડના મુલક તથા પાંચ એજન્સીએ છે. (૧) કાઠીયાવાડ એજન્સી. (૧) પાલણપુર એજન્સી. (૩) મહીકાંઠા એજન્સી (૪) રૈવાકાંઠા એજન્સી. (૫) સુરત એજન્સી. પરદેશી સંસ્થા- નામાં માત્ર દીવબેટ અને દમણુ એ એજ સંસ્થાના છે. તે પાર્ટુ- ગીઝ પ્રજાને તામે છે. વિસ્તાર અને વસ્તી. કાઠીઆવાડ તથા ગુજરાતનું એકંદર ક્ષેત્રફળ લગભગ ૭૨૦૦૦ ચાસ માઈલ છે. તેમાં ગુજરાતનું ક્ષેત્રફળ લગભગ ૪૫૦૦૦ ચારસ માઈલ છે. તથા કાઠીઆવાડનું ૨૭૦૦૦ ચારસ માઈલ છે. એકંદર વસ્તી આશરે ૧૦૦૦૦૦૦૦ મનુષ્યાની છે.