પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦

૧૦ ગુજરાતમાં વસતી નાતા તથા તેમના ધર્મો. ગુજરાતમાં મોટે ભાગે હિંદુ લૉકાની વસ્તી છે. પૂર્વે મી જાતના લોકા ગુજરાતમાં આવી વસ્યા હતા. તેમ ભીલ કાળી વગેરે ગુજરાતના અસલ વતની પણ હતા. પરંતુ અરસપરસ લગ્નવ્યવહાર માંધ્યાથી કાળક્રમે દેશના અસલ વતની તથા પદેશીઆ વચ્ચેના ભેદ જતા રહ્યા છે. અને અત્યારે અસલ વતનીએ ક્યા અને પરદેશી ક્યા તે ઓળખી કાઢવું મુશ્કેલ છે. હિંદુ પ્રજા જુદી જુદી નાતા તથા પેટા નાતામાં વહેંચાઈ ગઈ છે. મુખ્ય નાતા નીચે પ્રમાણે છે. બ્રાહ્મણ, ક્ષત્રી, કાયસ્થ, વાણી, રજપુત, ધારાળા, પાટીદાર, ભીલ વગેરે. હિંદુ પ્રજામાં મુખ્ય બે ધર્મો છે. જૈન ધર્મ તથા હિંદુ ધર્મ, હિંદુ ધર્મના કેટલાક પેટા વિભાગ પણ છે. શિવમાર્ગી, વૈષ્ણવ, સ્વામીનારાયણુ પંથી, આર્ય સમાજી, વગેરે. જૈન ધર્મના બે મુખ્ય પેટા વિભાગો છે. શ્વેતાંખરી અને દિગંબરી. હિંદુ ઉપરાંત ગુજરાતમાં મુસલમાન, પારસીઓ તથા ખ્રિસ્તીઓની વસ્તી પણ છે. ગુજરાતની એક કરાડની વસ્તીમાં આશરે દસ લાખ મુસલમાન હરો. પાસી તથા ખ્રિસ્તીઓની સંખ્યા બહુજ જુજ છે.