પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

૧ વનરાજની ઉમ્મર છ મહીનાની થઈ તે વખતે તે સ્થળે શ્રી શીલગુસુરી નામના જૈન યતિ પસાર થતા હતા. જંગ- લમાં ઝાડની ડાળીયાએ ખાઈચું બાંધેલું હતું. અને માંહે સુતા સુતા બાળકુંવર હુશ્યા કરતા હતા. નજદીક ઝાડ તળે રૂપસુંદરી પ્રભુના ધ્યાનમાં તલ્લીન થઈ ગઈ હતી. જંગલમાં આ દેખાવ જોઈ શીલગુણસુરીને બહુ નવાઈ લાગી. ધારી ધારીને કુંવરને જોતાં તેમને ખાત્રી થઈ કે આ ખાળક જંગલી ભીલનું નથી પણ કાઈ રાજકુંવર લાગે છે. વધારે તપાસ કરતાં તેણે કુંવર કાણુ હતા તે જાણી લીધું, એવામાં રાણી પણ પ્રભુ ધ્યાનમાંથી જાગૃત થઈ. અરસ પરસ એક બીજાની એળખાણ પડી. રાણીએ યતિને પંચાસર તથા રાજાના સમાચાર પુછ્યા. પંચાસર પડ્યાના અને જયશિખર મરાયાના સમાચાર યતિએ રાણીને આપ્યા. રાણીએ કલ્પાંત કરવાનું શરૂ કર્યું. યતિએ રાણીને આશ્વાસન આપ્યું, અને પોતાને અપાસરે રાણીને તથા કુંવરને લઈ જવા- ની ઈચ્છા ખતાવી. લાંબો વિચાર કરી રાણીએ શીલગુણસુરી જોડે જવાનું કબુલ કર્યું. પોતાના પાળક ભીલાની રજા લઈ તેમના તેમની ખાતરખાસને માટે અત્યંત ઉપકાર માની રાણી ત્યાંથી વિદાય થઈ. વનરાજે પોતાનું આખું ખાલપણુ ચીલગુણસુરીના અપાસ- રામાંજ ગાળ્યું. સુરપાળને પેાતાની મ્હેન તથા ભાણેજ સંબંધી ખબર મળતાં તે છાના માના ત્યાં આવીને બંનેને મળી ગયા. વનરાજની ઉંમર ચૌદ વર્ષની થઈ ને તે બહારવટીઆઓના સંકટ વેઠવા શક્તિમાન થયા એટલે સુરપાળ તેને પેાતાની જોડે ડુંગરામાં લઈ ગયા.