પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮

તે મહેમાન તરીકે લઈ આવ્યા. ત્રણે ભાઈ એ રાજ્ય મહેલમાં રહ્યા. પંદર દિવસ પછી ધોડીને પ્રસવ થયે તેને ચાર પગ તથા મ્હોં ધોળુ એવા પંચકલ્યાણી અને ડાબી આંખ ફુટેલી એવા વછેરા અવતર્યાં. આ બનાવ પછી સાંમતસિંહના આ ભાઈ પ્રત્યે બહુજ પ્રેમ થયો. ભાઇઓએ તેમની ઓળખાણુ આપી. રાજકુંવરા છે એમ જાણી ત્રણે ભાઈઓમાં રાજ જે વધારે સુંદર અને ચાલાક હતા તેની સાથે તેણે પાતાની વ્હેન લીલા- દેવીનાં લગ્ન કર્યાં. થોડા દિવસ પછી લીલા દેવીને ગર્ભ રહ્યા પણ પ્રસવ થતાં પહેલાં તેનું મૃત્યુ થયું. તેથી તેનું ઉદચીરી આળકને બહુાર કાઢવામાં આવ્યું. આ વખતે મૂળ નક્ષત્ર હાવાથી બાળકનું નામ મૂળરાજ પાડવામાં આવ્યું. બાળકના જન્મ પછી થાડા વખતમાં ત્રણે ભાઈઓ કચ્છ ગયા. ત્યાં લડાઈમાં કચ્છના રાવ લાખા ફુલાણીને હાથે મૂળરાજના બાપ રાજનું મણુ થયું. મૂળરાજના કાકા બીજ અને દંડક બહુજ ખારીલા સ્વભાવના હતા. વનરાજ ચાવડાએ ભુવડ પાસેથી ગુજરાતનું રાજ્ય પાછું જીતી લીધું હતું તેનું વેર હજી તે ભૂલી ગયા નહેાતા. ચાવડા વંશને નાશ કરી ફરી પાછી પોતાના વંશમાં ગાદી લાવવા તેઓ મૂળરાજના કાન વારંવાર ભંભેર્યા કરતા હતા. પોતાના માબાપ નાનપણમાં મૃત્યુ પામ્યા હતા તેથી મૂળરાજ માસાળમાંજ ઉછરી મોટા થયા હતા. સાંમતસિંહને તે બહુજ વહાલા હતા ને તે બહાદુર તથા ચતુર હૈવાને લીધે રાજ્યકાર્ય-

  • આ વખતે આપણા વૈદા દેશી આજારા વાપરી વહાડ કાપની વિદ્યામાં

કુશળ હતા તે આ વાતથી સાબીત થાય છે.