પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦

પ્રેમમાં પડ્યો. રાત્રે તેને એકાન્તમાં મળવાના સંકેત કર્યાં. રાજ- માતા તથા ણુના પ્રધાન મુંજાલના જાણવામાં આ વાત આવી. એટલે તેમણે પુષ્કળ દ્રવ્ય આપી ગુણકાને પાટણમાંથી નસાડી મુકી, ને તેને બદલે મીનળદેવીને મહેલમાં મેલી દીધી. મીનળ- દેવીએ રાજાને પાતાના સંગીતથી તેમ શેનરંજ રમવાની ચતુરા- કંથી બહુજ ખુશ કર્યાં, ને પ્રેમની નિશાનીમાં તેની પાસેથી એક વીંટી લઈ લીધી. રાજાને પાતાના પાપ કર્મને માટે પાછળથી બહુ પસ્તાવેા થયા. છેવટે ખરી વાત બહાર આવી ને મીનળદે વીના તેણે સ્વીકાર કર્યાં. ઉત્તમ. મીનળદેવીને પેટ સિદ્ઘરાજ જયસિંહ નામે એક મહુા પ્રતાપી કુંવરનો જન્મ થયા. કુંવર ત્રણ વર્ષના થયા તે વખતે એક દિવસ રમત રમતે તે ગાદી ઉપર બેસી ગયેા. તે જોઈ રાજાએ તર્તજ રાજજોશીને બાલાવ્યા, ને તેમને પુછ્યું ‘‘ રાજ્યાભિષેકને માટે આ સમય કેવા છે” ? જોશીએ જવાબ દીધા તે સાંભળી તરતજ તેણે સિદ્ધરાજને રાજ્યાભિષેક કરાવ્યા, સિદ્ધરાજને ગાદીએ બેસાડ્યા પછી ચાડા વખતમાં કરણનું ભરણુ થયું. કરણે કર્ણાવતી નામે નગર વસાવ્યું ને ગે ભાગે તે ત્યાંજ રહેતા હતા. આ કર્ણાવતી નગર અત્યારનું અમદાવાદ હાય એમ ધણાનું માનવું છે. મેઢેશની પાસે તેણે કરણ સાગર નામે એક તળાવ પણ બંધાવ્યું છે. 71