પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬)

શિક્ષક——ખરી વાત. આપણે બધા જે પ્રાંતમાં રહીએ છીએ તે પ્રાંતનું નામ ગુજરાત પ્રાંત છે. ગુજરાત એ નામ આપણુને ઢવું મીઠું લાગે છે ! ગુજરાત પ્રાંતનાં હવા પાણીથી તથા તેમાં પાતાં અન, ફળ, શાક વગેરેથી આપણા શરીરને પાણુ તથા પુષ્ટિ મળે છે. આપણા પ્રાંતમાં રૂ પુષ્કળ પાકે છે તે નાં કપડાં અનાવી આપણે પહેરીએ છીએ તેથી ટાઢ તડકામાં આ પણા શરીરનું રક્ષણુ થાય છે. કહેા ત્યારે ખાળકી આપણી ગુજરાતની ભૂમીને આપણે કેટલા બધા ઉપકાર માનવા જઈ એ પરમ કૃપાળુ પરમેશ્વર આપણા સૌના પાળક પીતા છે. તે આપણા પ્રાંતની જમીન માતે આપણને ખાવા પીવાની ને પહેરવા એઢ- વાની સર્વે વસ્તુઓ આપે છે. માટે આપણા પ્રાંતની જમીન આપણી માતા સમાન છે. આપણે જેવી રીતે આપણી માતા ઉપર પ્રેમ રાખીએ છીએ, જેવી રીતે તેની સેવા ચાકરી કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ તેવીજ રીતે આપણે આપણી આ ગુજરાત માતા તરફ પ્રેમ રાખવા જોઈએ, તેની સેવા ચાકરી કરવી જોઈ એ, તથા તેનું રક્ષણ કરવું જોઈ એ. આપણે જો તેમ ના કરીએ તા આપણે પાપી અને નીમ હરામી કહેવાઈ એ. બાળકા, આપણા ગુજરાતમાંત અતી સુંદર અને રસાળ છે. તેમાં દ્વારિકાં, પ્રભાસ પાટણુ, પાલીતાણા, અંબાજી, બહુચરાજી, કાળકાજી, ચાણા, ડૉકાર, શુક્લતીર્થ, ઉદવાડા અને સંજાણ જેવાં પવિત્ર તીર્થ સ્થળે આવી રહ્યાં છે. તેમાં સાક્ષાત શ્રીકૃષ્ણ પરમાત્માએ પાતે આવી વાસ કરેલા છે. વળી તેમાં ગીરનાર