પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૨]


૭૧: મારી સનમ


ગા ! ગા તું, બર્બત ! દમ બ દમ :
ગા ઈશ્ક, ગા ગા રહમે સનમઃ
ગા ! ગા અગમ રાહે સનમઃ
 તૂં હિ તૂં હિ ! મારી સનમ !

મારી સનમ ! મારી સનમ !
કાયમ દિલે મારૂં હરમઃ
પડઘમ બજે જ્યાં દમ બ દમ:
 સુરસારીગમઃ મારી સનમ !

તુજ ઈશ્ક એ જ અજબ રહમઃ
એ એ જ નેતિ અગમ નિગમ:
ભાંગી તૂટી બૂડી કલમ,
 કમજોર છે મારીઃ સનમ !

ઝાંખી થતાં જ ઢળી પડ્યો:
હજરત મુસા હાંફી ગયો:
ના ! ના દિદાર સહી શક્યો !
 તાકાત શી મારી ? સનમ !

દર દર ફરું નગરે નગર,
હરચીજ સુન્દર હો અગર,
જળતું જિગર સૂનું મગર,
 તારા વગરઃ મારી સનમ !