લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૩ ]


તારા પીધા ગેબી સુખનઃ
ના ! ના દીઠું તારું બદનઃ
ઈક્તન થશું: મળશું વતનઃ,
લે ! લે વચનઃ મારી સનમ !

પણ–ચશ્મથી માણિક્ય શો,
શો ઈશ્ક તુ જ વરસે અહો !
દાવો અનામી છે. કશો :
તારે તખત: મારી સનમ !

મારા ગુનાહ સો લાખ છેઃ
બિસ્મિલ બન્યું દિલ ચાક છેઃ
જો ! જો ! જિગર પૂર ખાક છે:
તું ઝિન્દગીઃ મારી સનમ !

ગોયા જહાં સહુ ખ્વાબ છેઃ
હક લબશરાબ ગુલાબ છેઃ
એ સાફ ઈશ્કહિસાબ છેઃ
છે ઈશ્ક તું: મારી સનમ !

દિલદાર ! પરદેપોશ છેઃ
દર્દી જિગર બેહોશ છેઃ
પણ-ઈશ્ક પર ખામોશ છે.
તું જહાંપનાહઃ મારી સનમ !

સૂળી ઉપર હસતો સૂતો !
મનસૂર 'અનલહક' બોલતો !
દાવો ખુદાઈ કરી શક્યો !
તારી હુંફે: મારી સનમ !