પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૪]


કૌવત કશું ઈન્સાનનું ?
'છું હું ખુદા !' શી રીતે કહ્યું ?
તેં તેં જ ત્યાં કામણ કર્યું !
બની તું ઝબાંઃ મારી સનમ !

મુરદાં, અહો ! જીવતાં થતાં !
'દમ્કુમ્બ-ઈઝ્ની !' બોલતાં !
નહીં શમ્સ એ કરતો ખડાં:
દમ તું ફૂંકેઃ મારી સનમ !

દરખત ભીતર દરખત થતો !
દિલ 'લેલ! લેલ!' પુકારતો:
મજનું તને જપતો ખડો:
પગ તુજ દુઃખેઃ મારી સનમ !

ફરહાદ પહાડ શું ફોડતો ?
નહીં ! કોહકન આશક હતોઃ
એ હાથ તો પણ ખોદતો-
તારો હતો.: મારી સનમ !

કઈ ઝૂલેખા બાપડીઃ
કો ઘેલી ઘેલી ગરીબડીઃ
જીવતી શિરીં કબરે સૂતી !
સૌ તુજ કદમ: મારી સનમ !

જડ પથ્થરે જોગી થતી !
કોઈક 'મીરાં રાંકડી' !
નામે સનમ! જીતી જતી !
ભળતી તુંમાં: મારી સનમ !