પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૧૨]


જિંદગી કુરબાન કરવા પ્રેમમાં,
પ્રેમી જીવો પ્રેમપંથે ધાય છે. ૭
 
પ્રેમ વિણ જીવ મોહના ફંદે ફસી
દામમાં કે કામમાં લલચાય છે. ૮

પ્રેમીઓ વિણ બાકીના 'ત્તારશાહ'
'કોણ દુનિયાથી હસીને જાય છે? ૯


'મુહિબ'

૭૮ : દિલરુબાના હાથમાં


દેહરૂપે ચેતનાના હાથમાં,
દિલરુબા છે દિલરુબાના હાથમાં;
કલ્પના છે આસ્થાના હાથમાં,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
 
રાગ સાથે રંગને અનુરાગ છે,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
પ્રેમને સૌંદર્યનો મેળાપ છે,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
 
માટી થઈ મુજ દિલ ઊગી રૂપાંતરે,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
બે લૂંટારા છે અને દિલ એકલું,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.