પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૫ર ]


મહત્વના નથી, બલકે અભ્યાસીને જરૂરના પણ નથી; જોવાનું એ છે કે આશકની આંખ તેના ઉપાસ્યમાં શું જુએ છે અને તેનું પોતાનું વ્યક્તિત્વ તે પ્રેમયજ્ઞમાં કેવી રીતે ફના (આત્મવિલોપન) કરે છે. આર્યાવર્તના પ્રાચીન અને અર્વાચીન ભક્તોની કોમળવૃત્તિથી થયેલી અને થતી દ્રઢ હૃદયની 'મૂર્તિ પૂજા'ને પણ હંસનીય અને નારકી દશાના જ લક્ષણ જેવી જે માની શકે તેને તો પ્રેમીની મૂર્તિપૂજાનો સિદ્ધાંત ભાગ્યે જ ગમ્ય થઈ શકે; કેમકે 'ઉપાસક' અને 'ઉપાસ્ય' વચ્ચેનો સૂક્ષ્મ પ્રવાહ જગતની સ્થૂળ દ્રષ્ટિનો કે બુદ્ધિનો નહિ; પણ પ્રેમી આત્માના પ્રત્યક્ષાનુભવનો જ માત્ર વિષય છે. તે પ્રવાહ યોગી હૃદયનો તેના હૃદય તરફ વહેતો બ્રાહ્ય પ્રવાહ છે અને વિશુદ્ધ પ્રેમભક્તિ વડે તે નિરંતરનો પવિત્ર છે. જો તેમાં કામ, મોહ કે વિકારની સ્વસ્નેહમય જરા પણ છાંટ રહેલી હોય છે, તો તે પ્રવાહ આગળ ચાલી શકતો જ નથી અને આશકને કશો આરામ મળતો નથી, ફક્ત કડવાં આંસુ સિવાય બીજી કશી બરકત તેને થતી નથી, એ ખુલ્લી વાત છે.

વ્રજની ગોપબાલાઓ, મીરાંબાઈ, બિલ્વમંગળ, દયારામ, અને બીજાં ઘણાં ભક્તહૃદયો કૃષ્ણને સર્વસ્વ માનીને આત્માર્પણનો પ્રવાસ કરે છે. મહાત્મા તુલસીદાસ કૃષ્ણને નહિ પણ રામચંદ્રને હૃદયથી પ્રભુ માને છે અને ગોકુળવૃંદાવનમાં કૃષ્ણની મૂતિને નમવાની પણ ચોખ્ખી ના કહે છે. મજનૂ દીવાનો લયલાંમાં પરમાત્મદર્શન કરે છે અને ખુદ ખુદાની પણ પરવા કરતો નથી. પરમહંસ રામકૃષ્ણનું હૃદય મહાકાલિની મૂર્તિનું ઉપાસક છે અને તેમાં લીનતાદ્વારા તે સ્વાત્માર્પણનું બલિ પ્રેમયજ્ઞમાં હોમીને આત્માનુભવ પામે છે. તેમના જ શિષ્ય સ્વામી વિવેકાનંદ મહાકાલિની મૂર્તિને નહિ પણ પોતાના ગુરુ રામકૃષ્ણદેવને જ અદ્વિતીય ઉપાસ્ય માને છે. કેટલાક આશકો અજમેરના