પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૬ ]

છે. લગ્નસ્નેહની જે ખામીથી 'સરસ્વતીચન્દ્ર 'નું મહાભારત ખરેખર દૂષિત લાગે છે તેનું કારણ અને વારણ આ નવલ અને મંગલ ગઝલથી ગુજરાત કદાચ જોઈ શકશે એવી આશા છે.ૐ||

સ્વ. જટિલ, અરવિન્દ અને તકિલે થોડીએક ગઝલો લખેલી છે અને તે સરલ છે. સ્વ. અમૃત નાયકની પણ થોડી જ ગઝલો ઉપલબ્ધ થઈ શકે છે. તેની કૃતિ ઉર્દૂને અનુરૂપ છે અને ઈશ્કનો તેને અભ્યાસ અને સ્વાનુભવ છે, એ આપણે જાણી શકીએ છીએ.

સ્વ. દીનબન્ધુ 'મસ્ત બાલ’ના સમકાલીન, કંઈ અંશે શિષ્ય અને સાહિત્યપ્રવૃત્તિમાં સાહાય્યક છે. એમની બે જ ગઝલો સંપાદિત થઈ શકે છે અને તેમાં ખરી 'ગઝલ’નો આવિર્ભાવ છે, એ આપણે જોઈએ છીએ.

પ્રસિદ્ધ ગુર્જર ગ્રન્થકાર મર્હૂમ ગોવર્ધનરામે વધારે ગઝલો લખી નથી પણ 'સરસ્વતીચન્દ્ર' અને 'સ્નેહમુદ્રા'માં પ્રેમનાં ચિત્રોનું આલેખન બની શકેલા તમામ કલાકૌશલ્યથી કરેલું છે. તેમની નવલકથામાંની બન્ને ગઝલો રસ, દર્દ અને ઊંડું હૃદય બતાવે છે. ફારસી કે ઉર્દૂ ભાષાના વિશેષ શબ્દપ્રયોગ વગરની છતાં એ ગઝલો મનોરંજક અને સુશ્લિષ્ટ છે. કલાની દેવી કેટલી સમર્થ છે, તેનો અચ્છો નમૂનો એ કલમ રજૂ કરે છે. ઈશ્કના ચુસ્ત આશકો પરમ સત્ય (હકીકત) તરીકે પ્રેમ અને ધર્મ એવી બે જુદી ભાવનાઓનો બેશક, ઈન્કાર કરે છે; પરન્તુ એ કલાવિધાનમાં નવલકથાના લેખકે સત્ય કરતાં સહીસલામતીનો માર્ગ વધારે પસન્દ કર્યો છે. અલબત્ત, ગુજરાતના એક અપૂર્વ નવલિક તરીકે મર્હૂમ ગોવર્ધનરામ માટે આપણને ઘટતું માન છે અને હોવું જોઈએ. પરંતુ હકીકતની નજરે તપાસતાં આપણે જોઈ જ શકીએ કે, એ કથાના પ્રેમ નાયકને ગ્રન્થકારે ફરીથી