પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૭ ]

કરાવેલું અયુક્ત લગ્ન કેવળ કૃત્રિમ અને અશક્ય છે, એટલું જ નહિ, પણ એથી એને પ્રેમપ્રવાહમાં નિપતિત બનાવીને કુશળ કલાચાતુર્ય જ્યારે ધર્મ અને હિતને આગળ કરીને એની તરફેણમાં વકાલત કરે છે, ત્યારે તો ખરેખર વિચિત્ર લાગે છે – છતાં એ વિષય અત્યારે બહુ આવશ્યક નથી. સાંભળવા પ્રમાણે ગોવર્ધનરામે 'મુખમ્મસ'ના મિઝાન પર 'ગઝલો' રચવાને પ્રયત્ન કર્યો હતો, પણ એમણે વધારે ગઝલો લખેલી જણાતી નથી. એમની 'સ્નેહમુદ્રા' પણ સ્નેહપાત્ર છે.

ઈશ્ક મનુષ્યની જિન્દગાનીનો અતિશય ગંભીર પ્રશ્ન છે, અને હવે તો આપણો ઉલ્લેખ ભૂતવર્તમાનમાંથી ચાલુ વર્તન માનની બહુ નજીક આવી પહોંચ્યો છે, તેથી હવે આપણે અટકવું જોઈએ.

હયાત લેખકોની ગઝલો વિશે બોલવું એ, કદાચ, તેમની જિન્દગી માટે બોલવા બરાબર થાય અને તેથી બસ.

'ગુજરાતી ગઝલિતાન’ જોતાં આપણને એ વિચાર આવ્યા સિવાય રહેતો નથી કે મૂળ ફારસી અને ઉર્દૂ ભાષામાં ગઝલોનું સાહિત્ય જોતાં ગુજરાતી ગઝલિસ્તાન 'કુચ્છ બિસાત'માં નથી–'આબેહયાત' જેવા ઉર્દૂ ગ્રન્થો જોતાં બાહ્ય અને આંતર બન્ને પ્રકારે ગુજરાતી ગઝલોનો સંગ્રહ કશા દમ વગરનો લાગે છે. અલબત્ત, સ્વર્ગવાસી લેખકોમાં બાલ, મણિલાલ, કલાપી, નાયક વગેરે દ્વારા તેમજ હયાત લેખકોમાં રા. રા. દેરાસરી (હવે મરહૂમ) વગેરે થોડાક લેખકો દ્વારા આવેલી 'ચીઝ’ આશકોને બેનમૂન બખ્શિસ છે, અને બેશક એમાંના ઘણા હૃદયોદ્‌ગારો ચૈતન્યવાહી અને પ્રેમની પરાકાષ્ટા ખુલ્લી દર્શાવનારા છે. પ્રેમ તેઓ જાતે હો અને સર્વત્ર વિસ્તરો. અસ્તુ.

'ગુજરાતી ગઝલિસ્તાન'માં આપણી કેટલીક બહેનો પણ