પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૬ ]


'હૈયે હૈયાં દઈ મેળવી,
'અદ્વૈત વાણી વંદતાં:
‘રાજ્યો હજારો છોડીને,
'કૈં આત્મરાજ્ય મહાલતાં !

'એ ગોષ્ઠી સ્મરતાં મીઠડી–
'છો ઝિંદગી હું ગાળતી:
'એ હૂસ્નની ઝાંખી મને-
'હોજો સદા આમીન એ,’
(“ગૂજરાતી ગઝલિસ્તાન, પૃ. ૨૨૧)

અસ્તુ. પ્રેમની અનંત દયાલુતાને-નિર્માણના સુંદર બ્રાહ્મી પ્રવાહને આપણે યાચીશું કે, ભગવતી મીરાં, પાક બાનુ રબિયા અને અનલ જેવાં દૈવી હૃદયથી જેમ આખી આલમ તેમ ગુર્જરી ભૂમિ પણ અલંકૃત અને પુનિત હો. ૐ ||

આ પ્રમાણે ગુજરાતીમાં ગઝલના સાહિત્યનું દિગ્દર્શન છે. આપણે જોઈએ છીએ કે ગુજરાતી ગઝલિસ્તાનમાં વિવિધ અનુભવાત્મક હૃદયાલાપો રજૂ થયેલા છે. અલબત્ત, ગુજરાતી ગઝલિસ્તાનનું આંતર સ્વરૂપ અવલોકતાં એક અતિશય મહત્તવની બાબત એ જોવાય છે કે, એમાં દર્દ છે, લગની છે, ભક્તિ છે અને પ્રેમનાં આનુષંગિક ઘણાં લક્ષણો છે, પણ પ્રાપ્તિનો આનંદ-અંતિમ દશાનો ઉલ્લાસ–મુક્ત સ્થિતિનો આત્માનંદ એમાં નિરૂપિત નથી. સ્પષ્ટ છે કે ગુજરાતી ગઝલિસ્તાનમાં જે ઉદ્ગારો આપણે જોઈએ છીએ તે સિદ્ધાત્માના ઉદ્દગારો નથી, પણ પ્રવાસી હૃદયોના આત્મજ્ઞાનની ઊર્મિઓ છે. અને બેશક એ હૃદયો સિદ્ધ કે બ્રહ્મનિષ્ટ ન હોવા છતાં, આપણા સ્નેહ અને સમભાવને પાત્ર છે. કેટલાંક હૃદયો એમાં એવાં પણ છે કે આપણે જેમને સ્વાભાવિક રીતે જ માન આપ્યા સિવાય રહીએ નહિ; આપણા મિત્ર અને રાહબર તરીકે આપણે સ્નેહ અને