પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૯ ]


એની કૃપાનાં પુષ્પ એ રગદોળનારા પાદને,
નિજ ગન્ધનો જે લેપ દે તે લેપ થાતાં શું ડરે ?

જો આંખ મીંચી ચાલશે તો ઈષ્ટ સાથે મહાલશે,
મીઠી પ્રીતડી મીઠી થશે, દિલ જાય ત્યાં તું શું ડરે ?


૩૩ : આપની રહેમ


મિટ્ટી હતો, તે આપનો બંદો બનાવ્યો−શી રહમ !
માગી ગુલામી આપની, બખ્શી મહોબત−શી રહમ !

આવ્યો અહીં છે દોસ્તદારીનો લઈ દાવો સદા,
બોસા દઈ ગાલે જગાડો નીંદમાંથી એ રહમ.

એવી કદમબોસી કરીને કાં લજાવો રોજરોજ ?
છે દિલ્લગી પ્યારી મગર ક્યાં હું અને ક્યાં આ રહમ ?

મેંદી બનાવી આપ માટે, તે લગાવો છો મને,
શાને જબરદસ્તી કરે, આ પેર ધોવાને રહમ ?

આ આપને જોઈ લજાતાં બાગના મારાં ગુલો;
જે ખૂંચતાં કદમે ચડાવે તે શિરે માને રહમ.

હું ચૂમવા જાતો કદમ, ત્યાં આપ આવો ભેટવા,
ગુસ્સો કરું છું, આખરે તો આપની હસતી રહમ.

ના પેર ચૂમ્યા આપના, ના પેરમાં લોટ્યો જરા;
પૂરી મુરાદો તો થવા દો, માનશું તે યે રહમ.

ના માનતા તો ના કહું, જે જે બનાવો તે બનું;
તોયે કદમના ચાર બોસા આપશે શું ના રહમ ?