પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ખંડ 1


1
વૈર અને વાત્સલ્ય

વિક્રમ સંવત 1252ના માગશર મહિનાની અમાસના ગોધૂલિ ટાણે એક સાંઢણી બે અસ્વારોને લઈ ધવલકપુર (ધોળકા)થી ઓતરાદે રસ્તે આગળ વધતી હતી. રસ્તાની ઊંડી ધૂળમાં સાંઢણીનાં પહોળાં પગલાં મોટી મોટી ડાંફો માંડતાં હતાં.

આથમણી-દખણાદી દિશાના સપાટ મેદાનને ક્ષિતિજ-છેડે સૂર્ય ભગવાનનું બિંબ જ્યારે નમી રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા ચાળીસેક વર્ષના અસવારે કહ્યું: “આંહીં ઝુકાવ, જેહુલ, આંહીં ઝાડપાલાની ઝૂક છે. ચારજે, ત્યાં હું ગામમાં જઈને પાછો આવું છું. વાર લાગે તો ઉચાટ કરતો નહીં.”

"હો બાપુ" સાંઢણી-સવાર જેહુલ ડોડિયાએ એટલું કહીને ઉમેર્યું: “સાચવજો હો, બાપુ.”

ઠંડીની ચમકીમાં એક ભાંગેલા શિવાલયનો ઓથ મળતાં સાંઢણી શરીર સંકોડતી સંકોડતી ઝૂકી અને પાછળના અસવારે પોતાની રેશમી ગાદી ઉપરથી ઊતરી આથમતા સૂર્યનું છેલ્લું દર્શન કર્યું. પોતાની સીધી ઝૂલતી કાળીભમ્મર દાઢીને એણે બે ભાગમાં વહેંચી, બેઉ કાન પાસે ચડાવી, ઉપર બુકાની બાંધી લીધી, અને પોતે આગળ વધતો ઘાટી ઝાડી પાછળ અદ્રશ્ય થયો. ટાઢા પવનના સુસવાટામાં એ આદમીને જોનાર કોઈ માનવી સીમમાં નહોતું, ને હોત તોપણ કાળી રાત્રિએ એ ચહેરો ભાળીને ફાટી પડવાનો ભય કોઈ માટે રહેવા દીધો નહોતો.

એના કમરબંધમાં કટાર અને છૂરી હતાં તે પર એણે ભેટ લપેટી દીધી. તલવાર પર એણે કોઈનું ધ્યાન ન ખેંચાય તેવી જુક્તિથી કપડું વીંટાળી દઈ તલવાર ખભે લાકડીની જેમ ઉપાડી લીધી. એનો પોશાક જે રાજવંશી હતો, તેને એણે અવ્યવસ્થિત કરી નાખ્યો. શિરપેચનો આગલો ભાગ એણે કપાળઢક આગળ ખેંચી લીધો.

'ગામ તો એ જ છે ને?' એણે ધારી ધારીને ગામડાનું પાદર જોયું. છ-સાત વર્ષમાં ગામ ભાંગી ખેદાનમેદાન થઈ ગયું હતું. ઝાંપો અને બાજુનાં ઘર બદલી ગયાં હતાં. 'છે તો એ જ. ઘણા વખત પર જોયું હતું. ગરજનના ઘોરી સુરત્રાણના સૂબા કુતબુદ્દીનનાં ઘોડાં ગાજી ઊઠ્યાં તે ટાણે – આંહીં એને છાનોમાનો મેલી