પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
356
ગુજરાતનો જય
 

હરિભદ્ર સૂરિઈં ઈમ કહિઉં એ, એહ કુંખઈ નીરયણ;
બેઅ પુત્ર અછઈ ભલા એ, સશિસૂર સમાણ.
કુંઅરિ લેવા કરઈ ઉપાય, મંત્રી ગુરનઈં વયણિ;
પઢમ જિણેસર આદિનાથિ, જે કીધઉ ઈનઈ. 6

પૂરવ રીતિ ન લોપીઈ એ, સંગ્રહણું કીજઈ;
પૂરવલા ભવતણઈ પુણિય, એ વાત જ સૂજઈ. 7

*

આભૂ સાળ તણઈ ધરિ એક, રબ્બારી છઈ અતિ સવિવેક,
જાણઈં બલબુદ્ધિ સયલ સવે.
અવસરિ તેડી બાંધવ થાપિઉં, બહુ માન સિદ્ધિઈ આપિઉ,
કર્મ્મહ પાખઈ કોઉ મિત્ર નવિ.

એક વાર જઉ પ્રીતિ રહંતાં, નિરવંજણિ જુ વાત કહંતા,
મંત્રિસરિ કારણ કહિઉં એ.

કારણ જાણી સાંઢિ પલ્હાણી, જાણી રાતડી નિસિઝરિ આણી,
મંત્રિ મનિ આણંદ ભઉ એ.

કુંઅરિ પુઢી નીદ્રઈ જામ, માહિ આવીઉ મંત્રીસર તામ,
સાંઢિંઈ ઘાલી સંચરઈ એ.

તવ બોલઈ કુંઅરિ તીણિઈં ઠહિં, એહ વાત રઝરઈં ન સહાઈ
અકારણ કિસિઉં આદિરિઉં એ.

ભણઈ બોલ હિવ તિહાં મંત્રિસ, ભદ્ર મ કરસિ તું મઝરીસ,
એહ વચન મમ ગુરુ કહિઉં એ.