પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
સિદ્ધાઇ ઉપર પાણી

કયો ખરો બુદ્ધિમાન્ માણસ પ્રેમ અને કીર્તિ કરતાં બીજી વાતને વધારે અમૂલ્ય ધારી તે વાતને મરતા સુધી ભોગવવા ઈચ્છશે ?”

લાલો ગુલાબસિંહ તરફ એક દૃષ્ટે જોઈ બોલ્યો “મરણજ ન થાય એવી કોઈ શક્તિ હોય તો ?”

ગુલાબસિંહની ભ્રમર ચઢી આવી, ને બોલ્યો “એમ હોય તો જે તારાં પ્રેમાસ્પદ હોય તેમને તારી નજરે મુવેલાં જોવાં ગમશે ? જનસમૂહ સાથેના સર્વ સંબંધ એમ તજવા ફાવશે ? સંબધ માત્રને કે સુવારી તારી આંખ કોરી રહી શકશે ! ભલા માણસ ! દુનિયામાં ખરેખરૂં અમરપણું તો મારા સમજવા પ્રમાણે નિષ્કલંક નામ મૂકી જવામાં છે.”

“તમે મને સ્પષ્ટ ઉત્તર આપતા નથી, આડી વાત કરો છો. કોઈ સિદ્ધ લોક માણસની સાધારણ ઉંમર કરતાં ઘણી આશ્ચર્યકારક મુદ્દત સુધી જીવ્યાની વાત મેં સાંભળી છે. જે અકસીરથી માણસ અમર થાય છે તેની વાત શું ગપ છે ?”

“ગ૫ ન હોય, ને તું કહે છે તેમને જડી હોય, પણ તેઓ મુંવા તો ખરા, કેમકે તેમણે જીવવાની તૃષ્ણા મૂકી ! તારા મનમાં જે સંશય થયો છે એમાં કાંઈ સમજવાનું હશે. જા, જા, તારાં પીંછી ને કાગળ સંભાળ.”

આમ કહી ગુલાબસિંહે લાલાને અણસારાથી રજા આપી ને પોતે આંખો નીચી ઢાળી, ધીમે પગલે ગામ તરફ ચાલી ગયો.

પ્રકરણ ૮ મું.

સિદ્ધાઇ ઉપર પાણી.

ગુલાબસિંહ સાથે જે વાત થઈ હતી તેથી લાલાના મનને ઘણી શાન્તિ વળી અને તેની અસર તેના મન પર લાંબા વખત સુધી રહી. સૂર્યમાંથી કિરણોની પેઠે, એની ગુંચવાઈ ગયેલી કલ્પનામાંથી આકાશ સુધી પહોંચી જવાનાં અને આખા વિશ્વને આનંદમય બનાવવાનાં સુવર્ણમય સ્વપ્ન ફૂટવા