પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
ગુલાબસિંહ.

રામ !” આમ કહેતી કૂદકો મારીને ઘરમાં પેશી ગઈ, અને બારણું બંધ કરી દીધું. લાલો તેની પાછળ ગયો નહિ, તેમ તેને જવાનું મન પણ થયું નહિ. ગુલાબસિંહ તથા તેની સાથેની પોતાની મુલાકાતનું સ્મરણ થતાં તમામ માનુષીવૃત્તિઓ ગુમ થઇ ગઈ, માની મૂર્તિ એના હૃદયમાં સંતાઈ ગઈ, અને લાલો થથરતો થથરતો દિલ્હીના વધારે ગર્દીવાળા ભાગ તરફ નાશી છૂટ્યો.



બીજો તરંગ સંપૂર્ણ.