પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
વિપત્તિનું પાસે આવવું.

તું અથવા તારૂં ન હોય તેવી કોઈ વાત મારી દૃષ્ટિએ પણ ચઢતી નથી જા જા પરદેશી ! હું તારી આજ્ઞા નહિ માનું.

*****

“એક દિવસ ગયો ભયંકર ત્રણમાંનો એક ગયો. ગઈ રાત્રીએ ઉંઘી ગયા પછી મારું મન કેવલ શાન્ત થઈ રહ્યું છે એ નવાઈ જેવું છે. મને એ નિશ્ચય લાગે છે કે મારૂં જીવિત તારામય થઈ ગયું છે, હું કદાપિ તારાથી જુદી થઈ શકું એ વાતજ માની જતી નથી. આ નિશ્ચય પરજ મને પરમ શ્રદ્ધા છે, અને તે વડેજ તારાં વચન અને મારું ભય એ ઉભયની હું ઉપેક્ષા કરૂં છું, તું વારંવાર શ્રદ્ધાની સ્તુતિ કરે છે. એ શ્રદ્ધાનું રહસ્ય હવે હું સમજી છું, તમામ શંકા-ભયથી પરવારી છું. જે રૂ૫ તારું અંતઃચૈતન્ય છે તે સાથે હું કદાપિ છૂટું નહિ તેમ જોડાઈ છું એમ મને નિશ્ચય થાય છે−તું ઈચ્છે તો પણ છૂટું તેમ નથી. હવે મને બધું વિશ્વ રમણીય જણાય છે; શાન્ત અને રમણીય જણાય છે. તે બતાવેલા વૃક્ષનું પાંદડું પણ હાલતું નથી. મારા આત્માની સ્થિરતા ચલતી નથી !”

પ્રકરણ ૬ ઠું.

વિપત્તિનું પાસે આવવું.

એક નાના દિવાનખાનામાં ભીંતો પર ચો તરફ નાના પ્રકારની પુરુષપ્રતિકૃતિઓ ભરવી રાખેલી છે; એમાંની એક તો ખરેખર એ કુટુંબની આખી વંશાવલી કરતાં પણ વધારે કીમતી છે. સત્ય છે; ગુલાબસિંહ કહે છે તે ખોટું નથી. ચીતારો જાદુગરજ છે; જે સુવર્ણ એ કીમીયાગર બનાવે છે તે ખરેજ કાલ્પનિક નથી, દિલ્હીનો કોઈ અમીર-ભલે ખુની હોય, કે ઠગારો હોય, કે બેવકૂફ હોય અથવા કેવલ નિર્જીવ કે તેથી પણ નિર્માલ્ય હોય છતાં ચીતારાની પીંછી તેને દેવ બનાવી શકે ! ચિત્રપટનો એક ટુકડો તે હાડ, ચર્મ, અને બુદ્ધિવાળા માણસ કરતાં વધારે કીમતી છે.

આશરે ચાળીસ વર્ષની ઉંમરનો એક જુવાન આ દીવાનખાનામાં બેઠો હતો. એની આંખો કાળી અને તરલ હતી, ચહેરો ઉતળો હતો, આકૃતિ