પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
ગુલાબસિંહ.

ગયું. ગુલાબસિંહે એના તરફ પોતાની કાળી અને ભવ્ય આંખ મૃદુતા સહિત ફેરવી, અને પરિચિત હોય તેમ નીરાંતે ગાદી પર બેઠો.

“આજથી આ રીતે આપણે મિત્ર થયા. હવે હું તમને મારા આવવાનું પ્રયોજન કહું. મને એમ માલુમ પડ્યું કે અજાણતાં જ આપણે બન્ને એક એકના પ્રતિસ્પર્ધિ થઈ પડ્યા છીએ, તો શું સમાધાન થઈ ન શકે ?”

“ઓહો ત્યારે તો જે બહાદુર સવારે મારો શીકાર મારે હાથ ન થવા દીધો તે તમેજ ! ફીકર નહિ, જેમ લડાઈમાં તેમ ઈશ્કમાં બધી તરહનાં કાવતરાં વાજબીજ છે. સમાધાન થઈ શકે ? ઠીક છે. આ રહ્યા પાસા, આવો આપણે માની હોડ કરીને પાસા નાખીએ; જેના ઓછા પડે તે પોતાની આશા છોડે; કેમ ?”

“તમે એવા ચૂકાદાથી બંધાયલા રહેશો એમ વચન આપો છો ?”

“જરૂર ઈશ્વર સાક્ષી.”

“ને આ પ્રમાણે આપેલું વચન જે તોડે તેને શું કરવું ?”

“પાસાની પેટી પાસેજ, મહારાજ ગુલાબસિંહ ! તરવાર પડેલી છે. જે પોતાનો સખુન ન પાળે, તે એને સ્વાધીન થાય.”

“આપણા બેમાંથી ગમે તે વચન ન પાળે તો પણ એમ જ થાય એવું તમે કહો છો ભલે. ચાલો; જગાને હાથે પાસા નંખાવો.”

“બહુ ઠીક, જગા ! પાસા લે.”

અમીર પાધરો તકીયા પર લાંબો થઈને પડ્યો, અને સંસાર વ્યવહારમાં કઠિન થયેલો છતાં પણ હૃદયમાં ઉભરાઈ આવતો જયના નિશ્ચિતપણાનો આનંદ મોં ઉપર તરી આવતો દબાવી શક્યો નહિ. જગાએ ત્રણે પાસાં લઈને પેટીમાં ખુબ હલાવ્યા. ગુલાબસિંહે ગાદી પર હાથને ટેકો દઈ પાસા તરફ નીચા નમીને જગા ઉપર પોતાની નજર સ્થિર કરી. જગાએ આ નજર ચૂકાવવા બહુ મહેનત કરી, પણ ફિકો પડીને ધ્રુજવા લાગ્યો;– પેટી નીચે મૂકી દીધી.

“પહેલી વાર પડે તે તમારા. ચાલ જગા જલદીથી આ સંશયનો છેડો લાવ.”

ગાએ ફરીથી પેટી લીધી, ફરી પણ એના હાથ ધ્રુજવા લાગ્યા, પણ આ વખત પાસા નાંખ્યા. ૧૬ પડ્યા.