પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
ગુલાબસિંહ.

 તારા કાનમાં સૂચના પ્રેરે છે. તારા પ્રપિતાએ ઉઘાડેલું અમરત્વનું દ્વાર ખૂલે છે, તેમ તેમનાજ લોહીમાંથી તારામાં આવેલી વિષયવાસનાએ નરકનો દરવાજો પણ તારી સમિપ આણ્યો છે. મારે કહેવાનું હું કહી રહ્યો. તારે ફાવે તે દ્વારમાં પેશ, હવે સમ રામ.”

“ના, ના, આ ઓરડામાંથી તને જવાનો હુકમ નથી. તારા ગર્વની હું કસોટી કરી જોઇશ. અરે ! કોણ છે અહીં ! — આવો !” ઉમરાવે જેવી બૂમ મારી તેવાં જ એનાં માણસો ઓરડામાં ભરાઈ ગયાં.

“આ માણસને પકડો” ત્સ્યેન્દ્રનું શરીર જ્યાં હતું તે સ્થલ તરફ આંગળી કરી બોલ્યો; પણ તે સ્થલે કોઈ જડ્યું નહિ; એ જોઈ અવર્ણ્ય આશ્ચર્યમાં ગુમ થઈ ગયો. વિલક્ષણ વિદેશી સ્વપ્નની પેઠે અદૃશ્ય થઈ ગયો હતો, પણ ઓરડાની ચારે તરફ સૂક્ષ્મ અને સુવાસિત ધૂમ્ર જેવું કાંઈક ઘુંટાયા કરતું હતું. “મહારાજને શું થયું ?” એમ મુખ્ય ખવાસે બુમ મારી કેમકે ઉમરાવ મૂર્છા ખાઈને પડ્યો હતો. ઘણો વખત એ આવી સ્થિતિમાં રહ્યો. જાગ્રત્‌ થતાંજ એણે માણસોને દૂર કર્યા; પછી પોતાના ઓરડામાંથી આમ તેમ જતાં, તથા ઘણાં અવ્યવસ્થિત, એવાં એનાં ભારે પગલાં માત્ર સંભળાતાં, બીજે દિવસે જમવાનો સમય થવાની બે ઘડી પહેલાં એ એના સ્વાભાવિક મીજાજ ઉપર આવી શક્યો નહિ.


પ્રકરણ ૧૫ મું.

પસ્તાવો.

ગુલાબસિંહને મળ્યો તે પછીની રાતે લાલાજી અસાધારણ શાન્તિથી ઉંઘ્યો; આંખ ઉઘડી ત્યારે સૂર્યનાં કિરણ પૂર્ણ પ્રકાશથી એના ઉપર પડતાં હતાં, ઉંઘથી એનું શરીર તાજું થયું એટલુંજ નહિ, પણ એના મનમાંએ નવો જુસ્સો આવ્યો. એ એવી શાન્તિ પામ્યો હતો કે જે થાક પછી વિરામના પરિણામ કરતાં, મનમાં કોઈ નિશ્ચય થયાના ઉત્સાહનું પરિણામ હતી, ગતરાત્રીના પ્રસંગ તથા મનોભાવ સ્પષ્ટ આકૃતિમાન થયા હતા,