પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
ગુલાબસિંહ.

ખુબસુરત અંગનાઓની વાત છેડી, અને મારી મશ્કરીઓ કરવા માંડી કે આ ગામનાં સુંદર ગુલાબ તો અમેજ ભોગવીએ છીએ, તમે શું સમજો ! આથી મારા અભિમાનમાં મને ઓછું આવ્યું, અને મેં પણ એને બે ચાર ન કહેવાની વાતો સંભળાવી. મારે કબુલ કરવું જોઈએ કે, બીજી વખતે, હું તેમ ન કરત પણ એ વેળે તો મારો મિજાજ એવો થઈ ગયો હતો કે વા સાથે પણ વઢવાનું મન થાય. ઉમરાવ મારી પાસેથી ખશ્યો કે તુરત મેં ગુલાબસિંહને મારી પાસે દીઠો.

“એણે કહ્યું ‘અમીર બોલે છે તે વાત ખોટી છે. જાણે બધી દોલત અને બધી કાન્તિનો એમણેજ ઈજારો રાખ્યો હશે ! આપણે એને ખરેખરો બનાવીશું ?’

“મેં કહ્યું ‘કેવી રીતે ?’

“અત્યારેજ એના ઘરમાં આ શેહેરની પ્રખ્યાત કિન્નર કાન્તિનો સાર મા હાજર છે. અલબત્ત તે કાંઈ ખુશીથી અહીં આવેલી નથી પણ તમે જો તેને ગાવાને મિષે અત્રે લવરાવો, તો પછી તે તમારી બે મીઠી વાતો સાંભળતાં તમારીજ થાય એમાં શક નથી.’

“આ વાત મારે ગળે ઉતરી, તેથી હું તુરત ઉમરાવની તરફ દોડ્યો. ઉમરાવ તોફાનીમાં તોફાની ટોળાની વચ્ચે ઉભો હતો મેં ગવૈયાને એકદમ બંધ પાડી દીધા ને મહોટેથી કહ્યું ‘વાહરે અમીર સાહેબ ! આતે રીત છે ! આવા નિર્માલ્ય ગાયનથી અમને ખુશી કરી પેલી રમાનું દિવ્ય ગીતામૃત તો આપ એકાન્તમાંજ પીવાના હશો ?’ આ વાત સાંભળતાની સાથે બધાએ શોર કરી મૂક્યો, અને અમીરે જે જવાબ આપવા યત્ન કર્યો તેમાંનું કાંઈ કાન પડ્યું નહિ. જરા શાન્તિ થઈ ત્યારે તેણે કહ્યું ‘કદાપિ તમો કહો છો તેમ હું કરું તો પણ આ મંડલી જે અત્યારે જેટલી કુલીન તેટલી જ તોફાની છે તેની સમીપ એ બાલા હાજર કેમ થઈ શકે ? તમે બધા એટલા ઉદાર છોજ કે સ્ત્રીપ્રતિ બલાત્કારની તો મને સલાહ આપોજ નહિ, જોકે આપણા મિત્ર ચંદના પ્રિયતમ અમારા પૂજ્ય તો અત્યારે એટલું પણ ભાન ભૂલી ગયા છે કે મારા ઉપર બલાત્કાર કરવા બેઠા છે.’ આવું સાંભળી મારૂં લોહી તપી ઉઠ્યું ને મેં પણ આવેશમાંજ એવું ટાણું માર્યું કે ‘બલાત્કાર