પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
ગુરૂનો આશ્રમ

અંદર કીયા દેવનું સ્થાન છે તે દુરથી સમજી શકાય તેમ ન હતું. કોઈ કોઈ ઠેકાણેથી ઈંટો ને માટી નીકળી ગયેલાં ઢગલો થઈ પડ્યાં હતાં, કોઈ કોઈ ઠેકાણેથી ભીંતોમાં ચીરા પડ્યા હતા, ને તેમાંથી કરોળીયાની જાલો પવનમાં ઉડતી હતી. ઉપર આકાશ સ્વચ્છ હતું, અને વૃક્ષોની ઘટાથી સહજ અંધકાર જેવું સ્થલ જામી ગયું હતું. બધી ભૂમિ ઉપર લીલોતરી પથરાઈ રહી હતી અને થોડેક છેટે ઝમ ઝમ ઝમ એમ થતા શબ્દથી એવી પ્રતીતિ થતી હતી કે તે સ્થાને એકાદ ઝરણ લીલોતરીની નીચે વહેતું જાય છે, આ દેખાવની આસપાસ પર્વતનો સ્વાભાવિક કોટ આવી રહ્યો હતો, અને એમ એ સ્થાન અતિ ભવ્ય, અતિ રમણીય, અને કેવલ વિજન હતું. જાણે ત્યાં કોઈનો સંચારજ ન હોય તેમ હરિણનાં કોઈ કોઈ ટોળાં અતિ વિશ્વાસથી ચરતાં હતાં; એ સ્થાનની હવાનો સુગંધ મગજમાં પેસતાંજ કોઈ અવર્ણ્ય આનંદરૂપ ઉલ્લાસ અનુભવાતો હતો, અને સંસારમાંથી આવ્યાનો વિરોગ પણ ક્ષણભર વીસારે પડતો હતો. યોગના અભ્યાસીને એવા જ સ્થલની જરૂર છે. આવો રસમય, જ્ઞાનમય, વિરાગમય, આનંદમય દેખાવ જોતા જોતા પેલા પ્રવાસી આગળ ચાલ્યા. થોડીક વારે એક રસ્તો આવ્યો, તે રસ્તે જતાં પેલા દેવાલયના મંડપમાં પહોંચ્યા. ત્યાં એક મહોટો પથ્થરનો નંદી પડેલો હતો. તેનાં શીંગડાંમાંથી એક ભાંગી ગયું હતું. તેને પૂંછડે હાથ દઈ લાલાજીએ અંદરના શિવલિંગનાં દર્શન માટે દૃષ્ટિ નમાવી તો એક ભવ્ય શિવલિંગ સમીપ પોતાના ગુરુને ધ્યાનસ્થ જોયા. અંતઃકરણથી નમસ્કાર કરી જેવો ઉભો થાય છે તેવા ગુરુ અંદરથી આવ્યા અને શિષ્યને માથે હાથ મૂકી બોલ્યા “આવ બેટા ! તારું ઘર આ સ્થાનેજ છે, આ ભવ્ય એકાત એજ સર્વ રહસ્ય શીખવાની ઉત્તમ શાલા છે.”

પ્રકરણ ૨ જું.

ગુરુનો આશ્રમ.

ત્સ્યેન્દ્રે પોતાની પાસે ઝાઝો રસાલો રાખ્યો ન હતો; એના નોકર ચાકર એવા વિલક્ષણ આવાસને, તેમ એના જેવા તત્ત્વવિચાર કરનારને, જોઈએ તેવા ને તેટલાજ હતા. જે ઓરડા એ સિદ્ધ વાપરતો હતો તે સર્વ પ્રકારની સગવડવાળા અને યોગીના મહને શોભે તેવા હતા, અને પ્રાચીન શોભાનાં કાંઈક