પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
ગુલાબસિંહ.

તે વિષે શક પેદા થઈ આવતો. પણ ત્સ્યેન્દ્રને મન જાણે બધી દુનીયાં હોયજ નહિ એવી તેની વૃત્તિ હતી; ને જો એ કાંઈ ખોટું કરતો નહિ, તો સારું કરવાની પણ એને કશી વાંછના ન હતી. એના કૃત્યથી એ કોઈને સહાય થતો નહિ, તેમ વાણીથી એ કોઈને દીલાસો આપતો નહિ, જેને આપણે હૃદયના આવેશરૂપે સમજીએ છીએ તે બધું એનામાં બુદ્ધિમાં લીન થઈ ગયું હતું. એ જાણે આ દુનીયાંની પાર હોય તેમ હાલતો, ચાલતો, ફરતો; માણસ જોડે જાણે એને કશો સંબંધ ન હોય તેવી એની વૃત્તિઓ થઈ ગઈ હતી. એક દિવસ, પૃથ્વી ઉપર થઈ ગયેલા અનેક કાલની વાતો કરતાં ત્સ્યેન્દ્રને લાલાજીએ ધીમેથી આ તફાવત વિષે પૂછ્યું. ત્સ્યેન્દ્રે કહ્યું “ખરી વાત છે; એમ છે; મારૂં જીવન કેવલ સમાધિરૂપ છે, ગુલાબસિંહનું જીવન ભોગરૂપ છે; જ્યારે વનસ્પતિને હું લેઉં છું ત્યારે માત્ર તેના ઉપયોગનોજ વિચાર કરૂં છું, ગુલાબસિંહ તો તેની સુંદરતાને પણ વખાણે !”

“ત્યારે તમે શું તમારી જીવનપદ્ધતિને વધારે સારી ગણો છો ?”

“ના, એની જીવનપદ્ધતિ જવાનીને છાજે તેવી છે, મારી અનેક વર્ષ દીઠાનું પરિણામ છે. અમે જુદી જુદી વૃત્તિને કેળવેલી છે; તેથી પ્રત્યેકનામાં જે સામર્થ્ય છે તે ઉભયનામાં નથી. જેમની સાથે ગુલાબસિંહ ભળે તેમનું જીવન ઉચ્ચતર થાય છે, જેમની સાથે હું ભળું તે વધારે જ્ઞાન પામી શકે છે.”

“બરાબર છે.” લાલાજીએ કહ્યું “મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં એના મિત્રો એની સોબત થયા પછી વધારે ઉત્તમ જીંદગી ગાળતા થયા; છતાં પણ શું એક તત્વજ્ઞાનીને એવા સોબતીઓ શોભે ? તેમ વળી પલા ઉમરાવને અને એક બીજાને, પૂરા કરવામાં એણે જે સામર્થ્ય વાપર્યું તે પણ શું કોઈ તત્ત્વજ્ઞાનીને શોભે ?”

“એમજ હોય;” મત્સ્યેન્દ્રે ઠંડે પેટે હસીને કહ્યું “ જેતત્ત્વવેત્તાઓ માણસ જાતની તાણાતાણમાં ભમવા જાય છે તે એવીજ ભૂલને પાત્ર થવાના. એકનું ભલું કરવું તે બીજાનું ભૂંડું કર્યા વગર બનતું નથી; સારાનું રક્ષણ કરવું તે પણ નઠારા જોડે યુદ્ધ કર્યા વિના સંપાદન કરી શકાતું નથી; ને જો તમારે નઠારાંને સારાં કરવા હોય તો નઠારાંની જોડે રહ્યા વિના પણ તમારે ચાલતું નથી. ઘણા મહાત્માઓ કહે છે ‘સંસારમાં સરસો રહે ને મન મારી પાસ’; પણ એવી નીતિનો ઉપદેશ, એવી મૂર્ખાઈ હું પસંદ કરતો