પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
ગુલાબસિંહ.

પ્રકરણ ૫ મું.

કોઠી ધોવાથી કાદવ.

રાત્રી અને અરુણોદય વચ્ચેના ભળભાંખળા સમયે લાલાજી પોતાના ઓરડામાં જઈ ઉભો. ગાદીની પાસે પડેલી અતિ વિકટ ગુચવાડાવાળા હીસાબથી ભરેલી પાટી ઉપર એની નજર પડી; ને એને જોતાં જ એના હૃદયમાં અતિ ગાઢ પરિશ્રમપૂર્વક નિર્વેદનો ભાવ છવાઈ ગયો. પણ “નિત્ય યૌવન પમાતું હોય તો કેવી મઝા પડે ! અરર ! વર્ષોના ભારથી બેવડી વળી ગયેલી વૃદ્ધાવસ્થાની મૂર્તિ કેવી ગંદી અને કંટાળો પમાડનારી લાગે છે ! એના કરતાં વધારે ભય ભરેલો બીજો કીયો રક્તબીજ પેલા અતિ ભયવાળા ઓરડામાંથી પણ પેદા થનાર હતો ! ખરેખર નિત્યયૌવન હોય તો વાહ ! પણ નિરંતર આ અટપટા કહોયડા છોડવા અને આ નિર્જીવ વનસ્પતિ અને ઔષધિનાં મિશ્રણ કર્યાં કરવાં, એ તે ઠીક નહિ. યૌવનનો મિત્ર રમુજ, આનંદ, તે વિના બીજો કોણ હોઈ શકે ? અને જો હું પ્રયત્ન કરું તો આ ક્ષણેજ મને પણ નિત્યયૌવન સહજમાં પ્રાપ્ત થાય. ત્સ્યેન્દ્રે મને જે આજ્ઞા કરી છે તેમાં મને કોઈ સાર સમજાતો નથી. રસાયનપ્રયોગોની છેલી કૂચી તેમ રહસ્યવિદ્યાની છેલી આંટી જેમ એ સાંકડા મનથી પોતાને જ હાથ રાખે છે તેમનું તેમ આમાં પણ જણાય છે; મારી પાસે બધી ગણતરી, બધા પ્રયોગ, એવું વહીતરૂં કરાવી મહેનતનું પરિણામ તો પોતાને હાથજ રાખવું ! હવણાં પણ એ પાછો આવીને મને કહેશે કે પરમ રહસ્ય છે તે પ્રાપ્ત થઈ શકે તેવું છે, પણ હજી તારે તેની વાર છે ! શું આવી રીતિ યોગ્ય છે ? મને તો એમજ લાગે છે કે એના જેવા ડોસાને મારા જેવો એક જવાન ચાકર જોઈએ, માટે જ મારી જિજ્ઞાસાને દિનપ્રતિદિન અધિકાધિક ઉદ્દીપિત કરી મને પોતાની પાછળ ઘસડ્યા કરવો એવો એનો હેતુ છે.” આવા અને આથી પણ વધારે અમર્યાદ વિચારો લાલાના હૃદયમાં ઉભરાઈ જવા લાગ્યા. દારૂથી મસ્ત થયેલો, અને જે મઝા ભોગવી હતી તેથી વ્યાકુલ થયેલો, એ નિંદ્રા લેઈ શક્યો નહિ. જે વૃદ્ધને એણે જોયો હતો તેની પ્રતિમા એના મનમાં એવી જડાઈ હતી કે તે ઉપરથી એને વૃદ્ધાવસ્થાનું ભય બહુજ લાગવા માંડ્યું, અને ગુલાબસિંહ જે નિત્યયૌવન ભોગવે છે તે લેવા માટેની એની ઉત્કંઠા બહુજ તીવ્ર થઈ આવી. ગુરુએ મના કરેલી તેથી જ તે આજ્ઞા તોડવાની તેને