પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
અણધાર્યો મદદગાર.

વિચારોમાં તે દિવસે દિવસ પડી રહેતી તેમાં દીઠેલું હોય તેમ આ મુખ, ઘણા સમયથી વિસારે પડેલી કોઈ જૂની છાપને જાગ્રત્ કરતું હોય તેવું એને લાગ્યું. એ મુખ ઉપરથી તે પોતાની આંખ પાછી ખેંચી શકી નહિ, પણ જેમ જેમ તેના તરફ વધારે જોતી ગઈ તેમ તેમ એના મનમાં જે ભય અને ધ્રૂજારો પેશી ગયાં હતાં તે, સૂર્ય આગળથી ધુમસ ઉડી જાય તેમ એકદમ ઓગળવા માંડ્યાં.

જે શ્યામ નયનની ઝલક પોતાના નયનમાં મળી તેમાંથી એટલું સપ્રેમ પ્રોત્સાહન, તથા એટલી બધી સહૃદયતાપૂર્વક શ્લાઘા*[૧] જણાઈ આવતી હતી, તથા જેથી મનમાં પ્રીતિ પેદા થઈ ઉત્સાહ વધીને સામર્થ્ય આવે એવું પણ એટલું બધું પ્રતીત થતું હતું, કે આ અજાણ્યા માણસના સપ્રેમસ્મિતનયનયુક્ત વદનથી માના મનમાં ઉત્સાહ ઉભરાઈ જવા લાગ્યો. જે નટ અથવા વક્તાને આખા મંડલમાંના એકજ માણસની પણ પ્રેમાલ અને તન્મયતા ભરેલી રસદૃષ્ટિથી કેટલો આનંદ અને ઉત્સાહ વધે છે તેનો અનુભવ હશે, તેજ આ ઉત્સાહને યથાર્થ રીતે સમજી શકશે.

આ રીતે જોતાં માનું અંતઃકરણ પ્રફુલ્લિત થતું જતું હતું, તેવામાં પેલો પરદેશી, આવા સુંદર વદનને કેટલું માન ઘટે છે તેનું સર્વે પ્રેક્ષકોને ભાન કરાવતો હોય તેમ માનપૂર્વક, સહજ ઉભો થઈ જેવો ‘શાબાશ !’ એમ બોલ્યો તેવોજ વાહવાહનો પોકાર ચારે તરફથી ગાજી ઉઠ્યો. આ પરદેશી પણ કોઈ એવો મહાશય હતો, એની એવડી મહોટી ભવ્યતા અને મહત્તા મનાતી હતી, કે એના આવ્યા પછી ગામમાં એ કોણ હશે, ક્યાંથી આવ્યો હશે વગેરે વાતો આ નાટકની વાત ભેગી ચાલી રહી હતી. આવા જાણીતા ગૃહસ્થના મનોભાવ અનુસરીને થયેલી વાહવાહની ગર્જના પૂરી થઈ રહી કે તુરત ક્ષ્મીનો શુદ્ધ, મધુર, અને નિરંકુશ સ્વર સર્વને

મોહમાં ગરક કરી નાખવા લાગ્યો. આ ક્ષણથી મા જે ક્ષ્મીનો પોતે વેષ


  1. * કાવ્યનો રસ તથા ચમત્કાર પૂર્ણ સમજી શકે તે સહૃદય, ને તેની વૃત્તિ તે સહૃદયતા કાવ્ય સમજવાની શક્તિને લીધે ગાનાર તથા રચનારને માટે એના મનમાં આનંદ પૂર્વક જે માન (શ્લાઘા = વખાણ) થઈ આવતું હતું તે.