પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૫
દૈવી અને માનુષી પ્રેમ.

જે ભાવનાનો પ્રદેશ તેમજ જીવનાર એવા આપણે જે ખરી કલા હોય તેનાથી હમેશાં આકર્ષાઈએ છીએ; એટલે આ મારી પ્રિયતમામાં એવું શું છે કે જેથી પ્રથમ દર્શનેજ હું તેની સાથે બંધાઈ ગયો તે હું હવે સમજી શક્યો છું. ગાનનીજ પુત્રી — ગાનમય જીવિતવાળી — તેનું ગાન ધીમે ધીમે રસરૂપ થયું. હૃદયને આઘાત ન કરનારાં એવાં વચન અને અભિનયનું સ્થાન જે રંગભૂમિ તે એને કશું આકર્ષણ કરતી ન હતી; પણ એ પોતે એમ સમજતી હતી કે મારા મગજમાં જે ભાવનામય વિશ્વ મારા જીવિતના સાર અને જીવરૂપ છે તેની તાદૃશ પ્રતિકૃતિ રંગભૂમિ વિના બીજી નથી. એના હૃદયના રસને તે સ્થાનમાં આવિર્ભાવ પામવાનો અવકાશ મળ્યો, પણ તે સ્થાન એને ભાટે સંપૂર્ણ ન જણાતાં તે રસ પાછો તેના પોતાનામાંજ સમાવા લાગ્યો. એનાથી એના વિચાર પણ રસમય થઈ ગયા; એનો આત્મા રસરૂપ બની ગયો; એનો આવિર્ભાવ શબ્દોમાં કે કોઈ વસ્તુમાં ન થતાં, રસવૃત્તિના ઉર્મિ ઉભરાવા લાગ્યા, અને ભાવનામય સ્વપ્નજલાશયમાં એ ઝોકાં ખાવા લાગી. એ સમયે પ્રેમનો ઉદ્‌ભવ થયો. ને તે મહાસાગરમાં એ જલાશય આખુંએ ઠલવાયું, ત્યાંજ બધું વિરામ પામ્યું: શાન્ત, ગાઢ, અનિર્વચનીય, બની રહ્યું — બ્રહ્માંડથી અવિનાશી આરસી થઈ રહ્યું.

“ત્યારે હું પૂછું છું કે આ સમયયતામાંથી એને મહારસમાં લઈ જવી એમાં શું કઠિન છે ? બુદ્ધિ પારના અભેદપ્રેમમાં લઈ જવી એ શું મુશ્કેલ છે ? કોઈ એકાન્ત પુષ્પમાં અનેક અપરિચિત અને અજ્ઞાત ગુણ અનુભવાય તેમ એની સાહજિક વાતચીતની રમ્યતામાં અનેક ગૂઢ મર્મો દીઠામાં આવે છે. મારી નજર આગળ એના અંતઃકરણના ખીલવાનો ક્રમ હું જોઉં છું, અને તે પ્રદેશમાં અગણિત નૂતન છતાં ઉત્તમોત્તમ વૃત્તિનાં અંકુર જોઈ વિસ્મય પામું છું. અને ત્યેન્દ્ર ! આપણામાંના કેટલા બધાએ આખા બ્રહ્માંડના નિયમોને સ્પષ્ટ કરી બતાવ્યા છે ? બાહ્ય વિશ્વની આંટી છોડી આપી છે ! અંધકારમાંથી પ્રકાશને પ્રકટી બતાવ્યો છે ! પણ મનુષ્યના હૃદયમાત્રનોજ અભ્યાસ કરનાર રસમશ્ન કવિ તે શું સર્વ કરતાં મહોટો તત્વજ્ઞ નથી ! જ્ઞાન અને અશ્રદ્ધા એ બેને બનતું નથી. વિશ્વને જાણવું એજ તે વિશ્વના જ્ઞાતાને જાણ્યા બરાબર છે. પણ વિશ્વરચનાની પદ્ધતિ અને યુક્તિ સમજવા માટે આટલા બધાની જરૂર છે ! મને તો એમજ લાગે છે કે ગમે એવું અજ્ઞાનમગ્ન કે બાલિશ છતાં પણ અતિ વિશુદ્ધ હોય એવું હૃદય જ્યારે દીઠામાં આવે