પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
સ્થાનાન્તર.

સાક્ષી નથી, જ્યાં સહવાસના મૌન વાગ્ચાતુર્યનો પ્રસંગ નથી, જ્યાં દેવરૂપે રમતા હૃદયવેગને દાટ્યા હોય એવી પવિત્ર ભૂમિ નથી, એવા ઘરમાં ગયા પછી, જેણે પ્રેમકથાનો અનુભવ કર્યો છે તેવું કીયું માણસ એમ કહી શકશે કે નિવાસનો બદલો થતાં હૃદયમાં કાંઈ ફેરફાર થતો નથી ? શાન્ત અને અનુકૂળ પવન વાઓ ! પ્રેમયુગલનો માર્ગ શિવ થાઓ ! પ્રેમના સર્વક્શ રાજ્યદંડનો ધ્વંવંસ કરવા યમરાજ જ્યાં આવ્યો છે ત્યાંથી દૂર જાઓ. કીનારો નજરે પડે છે, નથી પડતો, હોડી ગંગાના પ્રવાહ સાથે દોડતી જાય છે, બીજે દિવસ ગંગાથી ગયાના પ્રવાહમાં પ્રવેશ કરી ધીમા વેગે આગળ વધતાં રાત્રીના ચંદ્રપ્રકાશમાં ગયાજીનો કીનારો અને બુદ્ધદેવના દાગોબાનાં શિખર દૂરથી દૃષ્ટિએ પડે છે. બુદ્ધના દેવલનાં દર્શન થતાં મહાત્મા મનમાંજ બોલ્યો “રે સબ્રહ્મચારી મહાત્મા ! અનંતકાલના પ્રકાશથી પણ મને તો સાધારણ ગોવાળીઆ અને ખેડુતને જે સુખ હોય છે તે કરતાં વધારે સુખ આપી શકાયું નહિ ! ગૃહિણીનાં ચુંબન અને સ્મિતની પાર કશી બીજી આશાજ નહિ !” શાન્ત ચંદ્રપ્રકાશમાં ચુપકીથી પડી રહેલી લીલોતરી, અને ચોતરફનો ગંભીર દેખાવ, જે મહાત્મા શ્રીબુદ્ધની સાથેજ આજે ધાર્યું હોત તો વિચરતો હોત, તેને, આમ કેવલ શાન્ત રહી જાણે ગર્ભિત મહેણું મારવા રૂપજ ઉત્તર આપતા હોય તેમ ચુપ રહ્યાં.


ચતુર્થ તરંગ સમાપ્ત.